Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

શિક્ષક સંઘો દ્વારા જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે મૌન ધરણા નો કાર્યક્રમ યોજાયો

  • August 07, 2021 

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળે આપેલ આહવાન અનુસાર તાપી જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘોના સંયુક્ત ઉપક્રમે તાપી જિલ્લા સેવા સદન ની બહાર શિક્ષકોના પડતર પ્રશ્નો બાબતે મૌન ધરણા નો કાર્યક્રમ ઉજવાયો હતો જેમાં મોટી સંખ્યામાં જિલ્લાના શિક્ષકો હાજર રહ્યા હતા.

 

 

 

 

છેલ્લા ઘણા વખતથી રાજ્યના શિક્ષકો એ પોતાની જુદી જુદી માંગણી ઓ સરકાર સમક્ષ રજુ કરી હતી પરંતુ સરકાર દ્વારા એમની માંગણી ઓ નહિ સ્વીકારાતાં શિક્ષકો એ આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ અગાઉ લગભગ મહિના પહેલા પણ શિક્ષકોએ પોતાની આ માંગણી સરકાર સમક્ષ રજુ કરવા માટે રાજ્યના તમામ જિલ્લાઓના કલેક્ટરશ્રીઓ ને પણ આવેદનપત્ર પાઠવ્યું હતું. આ માંગણી ઓ માં 5 વર્ષની ફિક્સ પગરણની નોકરીને તમામ હેતુ માટે સળંગ કરવાની બાબત,સાતમા પગારપંચના એરિઅર્શ ને 5 હપ્તામાં ચુકવવાની બાબતમાં છેલ્લા ત્રણ બાકી હપ્તા ચૂકવવા બાબત,ફાજલ શિક્ષકને રક્ષણની બાબતમાં વિસંગતતા દૂર કરવા બાબત અને સી.પી.એફ તેમજ નવી પેન્સન યોજના રદ કરી જૂની પેન્સન યોજના લાગુ કરવાની બાબતોનો સમાવેશ કરવામાં આવેલ છે.

 

 

 

 

આ પ્રસંગે તાપી જિલ્લા મધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પ્રકાશ પરમાર,મહામંત્રી વિજય ચૌધરી, ઉપપ્રમુખ રુચિર દેસાઈ,સંજય પટેલ,ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ નવીન ગોહિલ,મહામંત્રી પ્રવીણ સોલંકી સહિત ના આગેવાનો તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application