ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર અંતર્ગત રચિત ગુજરાત રાજય યોગ બોર્ડ ગાંધીનગર આયોજીત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી ડાંગ આહવા દ્વારા સંચાલિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ડાંગ જિલ્લાકક્ષાનો હર ઘર ધ્યાન, હર ઘર યોગનો કાર્યક્રમ ડાંગ સ્વરાજ આશ્રમ આહવાના ટીમ્બર હોલ ખાતે તારીખ. તારીખ ૨૬/૦૩/૨૦૨૩ના રોજ સવારના ૬ થી ૮ વાગ્યાના સમય દરમ્યાન આર્ટ ઓફ લિવિંગ અને ગુજરાત રાજય યોગ બોર્ડના સંયુકત ઉપક્રમે યોજવામા આવ્યો હતો.
આ કાર્યક્રમમા અંદાજીત ૫૦૦ જેટલી જનમેદની ઉપસ્થિત રહી હતી. જેમા ગીરી કન્યા વિદ્યાલયની બાળાઓ, ડાંગ સ્વરાજ આશ્રમ આહવાના વિદ્યાર્થીઓ, ગુજરાત યોગ બોર્ડ્ના સાધકો, આર્ટ ઓફ લિવિંગના સાધકો અને આહવા નગરના લોકોએ ભાગ લીધો હતો. ડાંગ જિલ્લા યોગ કો ઓર્ડિનેટર દ્વારા યોગથી આ કાર્યક્રમની શરૂઆત કરવામા આવી હતી. ત્યારબાદ વ્યારાના આર્ટ ઓફ લિવિંગના સભ્ય દ્વારા ધ્યાનનો કાર્યક્રમ કરી તેના વિશે ખુબ જ ઉતમ જાણકારી આપી હતી. ડાંગના ત્રણેય તાલુકાના યોગ કોચ અને યોગ ટ્રેનરો હાજર રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500