Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વડાપ્રધાન ના જન્મદિન નિમિત્તે દોણ ગામે મહાદેવ મંદિર ખાતે ૭૧૧ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

  • September 17, 2021 

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ના જન્મદિન નિમિત્તે દોણ ગામે મહાદેવ મંદિર ખાતે ૭૧૧ વૃક્ષારોપણનો કાર્યક્રમ અને જામખડી CHC દર્દીઓને ફ્રૂટ વિતરણ તેમજ હિંદલા આશ્રમના વિદ્યાર્થીઓ દ્વારા પીએમ મોદીના ગીત કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

 

 

 

 

આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનમાં સુમુલડેરી સોનગઢ તાલુકાના ડીરેક્ટર શ્રી, ગુજરાત સરકારના માજી મંત્રી તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતા કાંતિભાઇ ગામીતની આગેવાનીમાં આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં બાળાઓ દ્વારા જે ગીત ગાવામાં આવ્યું તે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ના જન્મદિન નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં અગ્રણી તરીકે શ્રી સુરત ડિસ્ટ્રીક્ટ કોપરેટીવના ડિરેક્ટર અને સંગઠન પ્રમુખ, મહામંત્રી પીન્ટુભાઇ દુબે તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application