૧૫મી ઓગસ્ટના રોજ દેશભરમાં ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેનાં ભાગરૂપે ગુજરાત પોસ્ટલ સર્કલની તમામ મુખ્ય પોસ્ટ ઓફિસોમાં ‘ધ્વજવંદન’ અને ‘ડાક ચોપાલ’ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાના ‘ડાક ઘર’ ખાતે રાજ્યના મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ શ્રી ગણેશ સાવળેશ્વરકરની ઉપસ્થિતિમાં ‘ધ્વજવંદન’ અને ‘ડાક ચોપાલ’નો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ‘ડાક ચોપાલ’ કાર્યક્રમ અંતર્ગત નાગરિકોને પોસ્ટ ઓફિસો દ્વારા આપવામાં આવતી વિવિધ સેવાઓ અને ભારતના લોકો માટે ઉપલબ્ધ બચત અને રોકાણના વિવિધ વિકલ્પો વિશે માહિતી અને મૂલ્યાંકન કરવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત પીએમ કિસાન યોજના, પીએમ જીવન જ્યોતિ વીમા યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, મહિલા સન્માન બચત પ્રમાણપત્રો, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ વગેરે જેવી સરકારી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application