Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના મેઢા ગામના જંગલમાં આવેલ ધોધ જોવાનો પ્રોગ્રામ બનાવ્યો છે ?? તો ચોક્કસ આ સમાચાર આપની માટે છે

  • July 30, 2023 

સોનગઢના મેઢા ગામના જંગલોમાં આવેલ પાણીનો ધોધ અહીંયા રમણીય સ્થળની સાથે આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે.ખાસ કરીને વરસાદની ઋતુમાં વાર તહેવારે તેમજ રવિવારના રોજ અહીંયા મોટી સંખ્યામાં સ્થાનિક તેમજ આજુબાજુના જિલ્લામાંથી આવતા લોકો આ ધોધને જોવા ઉમટી પડતા હોય છે.રવિવારના રોજ મોટી સંખ્યામાં લોકો પોતાની કાર સાથે આવતા અહીંયા કોઈ જાણ ભેદુ ગેન્ગ સક્રીય બની હોવાનું સામે આવ્યું છે,જંગલ વિસ્તારમાં ઉંચેથી પડતા ધોધને જોવા ગયેલા સહેલાણીઓની કારના કાચ તોડી તેમજ સીફતપૂર્વક કારના કાચ ખોલીને કારમા મૂકેલ કિમતી ચીજવસ્તુઓ ચોરી રહી છે.જોકે આ બાબતે સ્થાનિક પોલીસને જાણ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.


સોનગઢ તાલુકાના ચીમેર-ઓટા રોડ તરફ જતા આવતું મેઢા ગામના જંગલોમાં ખાસ કરીને ચોમાસાની સીઝનમાં ઉંચાઈથી નીચે પડતા પાણીના ધોધનો નજારો જોવા રવિવાર નારોજ મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે, જોકે પાણીના ધોધને જોવા માટે પોતાનું વાહન દુર પાર્કિંગ કરીને જવું પડતું હોય છે,જેના કારણે પાર્ક કરેલા વાહનોમાંથી કિંમતી માલ સામાનની ચોરી થવાની પૂરેપૂરી શક્યતાઓ રહી છે.


આવું જ કંઇક સુરત અને ભરૂચ જિલ્લામાંથી પોતાના વાહનો લઈને પરિવાર સાથે ધોધનો નજારો જોવા આવેલા સહેલાણીઓ સાથે બન્યું હતું, કોઈ જાણ ભેદુ અજાણ્યા ચોર ઇસમોએ ત્રણ કારોના કાચ તોડી કારમાંથી મોબાઈલ ફોન ચોરી કરીને નાશી છુટ્યા હતા.જોકે આ બનાવ અંગે સોનગઢ પોલીસને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.આપને જણાવી દઈએ છીએકે,કેટલાક બનાવોમાં લોકો પુરાવા આપવા અને ચોરાયેલ ચીજવસ્તુના બીલો આપી ફરિયાદ નોંધાવતા ખચકાય છે. જેથી પોલીસ કેસો થતા નથી અને ચોરી કરનાર ગેન્ગને મજા પડી જાય છે.




રવિવારના દિવસે જ અન્ય વિસ્તારમાંથી કોઈ સક્રિય ચોરી કરનાર ગેન્ગ અહીંય ઉતરી પડે છે.જંગલમાં ધોધનો નજારો જોવા અને નહાવા આવતા સહેલાણીઓની વોચ રાખે છે.તેઓ જંગલ વિસ્તારમાં ધોધ જોવા જતા નજર ચૂકવીને કારમાંથી સીફતપૂર્વક કિમતી ચીજવસ્તુઓ ચોરી જતા હોય છે.જેની પોલીસ ચોપડે નોંધ ન થતાં ચોરી આસાન થઈ પડી છે.ત્યારે પોલીસ દ્વારા રવિવારના દિવસે વોચ ગોઠવી આવી ચોરી કરતી ગેન્ગને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application