વડોદરા શહેરમાં પરંપરા પ્રમાણે આજે દેવ ઉઠી અગિયારસના પવિત્ર દિવસે શહેરના માંડવી ખાતે આવેલા ઐતહાસિક ભગવાન વિઠ્ઠલનાથજીના મંદિર ખાતેથી આજે ભગવાનનો વરઘોડો વાજતે ગાજતે નીકળ્યો હતો અને તેમાં સેંકડો લોકો જોડાયા હતા. આ મંદિરનુ સંચાલન વડોદરાના રાજવી પરિવારના ટ્રસ્ટ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે.
દેવ ઉઠી અગિયારસના દિવસે અહીંથી ભગવાન વિઠ્ઠલનાથજી વાજતે ગાજતે લગ્ન કરવા માટે નીકળે તે પરંપરા સદીઓ જૂની છે. આજે 214માં વર્ષે આ પરંપરા પ્રમાણે સવારે ભગવાનને પાલખીમાં પધરાવવામાં આવ્યા હતા. એ પછી રાજવી પરિવારના સભ્યો ભગવાનના દર્શન કરવા માટે આવ્યા હતા. રાજમાતા શુભાંગિનીદેવી ગાયકવાડે ભગવાનની આરતી ઉતારી હતી. વિઠ્ઠલ..વિઠ્ઠલ..વિઠ્ઠલા...ની ધૂન સાથે વાજતે ગાજતે આ વરઘોડો શહેરના એમજી રોડ, ન્યાય મંદિર તેમજ રાવપુરા થઈને ખાસવાડી સ્મશાન નજીક આવેલા ગહેનાબાઈ મહાદેવ મંદિર ખાતે પહોંચ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application