નર્મદા જિલ્લામાં વરસાદ આવે તે પહેલાં નગર અને ગ્રામ્ય વિસ્તારોમાં સાવધાની અને સલામતી માટે ગત વર્ષમાં રહેલી ત્રુટીઓનું પુનરાવર્તન ન થાય અને લોકોને કોઈ મુશ્કેલી ન પડે, વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થાય અને કોઈ ડિઝાસ્ટરની ઘટના ન બને તે માટે જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષમાં પ્રિ-મોનસુન એક્શન ટેકન અને પાણી પહેલાં પાળ બાંધવાના હેતુસર ફરજના ભાગરૂપે જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓની જરૂરી સુચના અને તકેદારી રાખવા આ બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં નહેરની સફાઈ, ગટરની સફાઈ તેમજ વરસાદી પાણીનો યોગ્ય નિકાલ, રસ્તા પરના જોખમી વૃક્ષોનો નિકાલ, વીજ પોલ તેમજ રસ્તા પરના ખાડાઓ અને નગરપાલિકામાં રાખેલા સાધનો કાર્યરત છે કે નહીં તેમજ નાના કોઝવે ઓવરફ્લો થાય તેવા સંજોગોમાં ડિઝાસ્ટરની કામગીરી અને વી.ડી.એમ.પી., ટી.ડી.એમ.પી. પ્લાન્ટ તૈયાર રાખીને તરવૈયાની યાદી બનાવી વધારે પાણી ભરાય તો સંપર્ક વિહોણા ગામોમાં અનાજ, આરોગ્ય સેવા, રાહત બચાવ ટુકડીઓની યાદી સંપર્ક નંબર તેમજ તલાટી-ગ્રામ સેવક, શિક્ષકો સાથે એક બેઠક ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ સ્થાનિક આગેવાનો સાથે યોજી લેવી જેથી કરીને ચોમાસાની ઋતુમાં ક્યાંક મુશ્કેલી સર્જાય તો લોકોને સલામતી સ્થળે ખસેડી શકાય અને જાનમાલનું નુકસાન ન થાય, સાવધાની એજ સલામતી રાખવા સૌને બેઠકમાં અનુરોધ કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500