મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતોના શોકમાં ગતરોજ સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓમાં શ્રદ્ધાંજલિ સભાઓનું આયોજન કરવામાં આવેલ હતું. જેના અનુસંધાને તાપી જિલ્લા ખાતે પ્રાર્થના સભાનું આયોજન મામલતદાર કચેરી વ્યારાના ઓડિટોરિયમ હોલ ખાતે રાખવામાં કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કલેકટર ભાર્ગવી દવે, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધીક્ષક, માર્ગ અને મકાન કાપાઇ સહિત વિવિધ વિભાગના અધિકારી-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહી બે મીનીટ માટે મૌન ધારણ કરી આ ઘટનામાં મૃત્યુ પામનાર નાગરિકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
ત્યારબાદ પ્રાર્થના સભામાં સંગીત કલાવૃન્દનાં દિપ્તીબેન દ્વારા મંગલ મંદીર ખોલો” પ્રાર્થના, “ગુરુચરણ મે બસ ગયો” – કોમલ જોષી દ્વારા, “ભક્તિ કરતા છુટે માર પ્રાણ” એક્તા પંચોલી, “એકલા જ આવ્યા મનવા” નિતિન ચૌધરી, “રઘુપતિ રાઘવ રાજા રામ” પ્રદિપ ચૌધરી અને અલ્કેશ ચૌધરી તથા અંતે સૌએ સાથે મળી “હે નાથ જોડી હાથ”- સામુહિક રીતે શાંતિપાઠનું ગાયન કરી દિવંગતોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500