Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પાટણનાં શિહોરી હાઈવે ઉપર પોલીસ વાનને અકસ્માત નડ્યો, વાનમાં સવાર ત્રણ પોલીસ કર્મચારી ઈજાગ્રસ્ત થતાં સારવાર હેઠળ ખસેડાયા

  • October 04, 2023 

પાટણ શહેરમાં પોલીસની ગાડીનાં અકસ્માતની ઘટના સામે આવી છે. જયારે શિહોરી હાઈવે પરથી પસાર થઈ રહેલી પોલીસની ગાડી અચાનક ડિવાઈડરની ગ્રીલ સાથે અથડાતા પલટી ગઈ હતી. જોકે ગાડીમાં સવાર ત્રણ પોલીસ કર્મચારી સહિત હાઈવે પરથી પસાર થઈ રહેલા એક રાહદારીને સામાન્ય ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. સમગ્ર અકસ્માતની ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર, શિહોરી હાઈવે પરથી સરસ્વતી પોલીસ સ્ટેશન જતી પોલીસની ગાડી મારતવાડી નજીક આજે સવારે અચાનક ડિવાઈડરની ગ્રીલ સાથે અથડાઈ હતી. ત્યાર બાદ ગાડી પલટી ખાઈ ગઈ હતી.



આ દરમિયાન હાઈવે પરથી પસાર થતાં અન્ય વાહનો પર સ્ટ્રીટ લાઈટનો થાંભલો પડતાં પડતાં રહી ગયો હતો. પોલીસની ગાડીમાં સવાર કર્મચારીઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. પરંતુ ત્યાંથી પસાર થતા એક રાહદારી યુવકને પણ ઈજા પહોંચી હતી. આ અકસ્માત થતાં જ આસપાસના લોકો ભેગા થઈ ગયાં હતાં. આ અકસ્માતની ઘટના કેવી રીતે બની તેની સંપૂર્ણ પોલીસ તપાસ થશે. ગાડી વાગડોદ પોલીસની હતી અને તેમાં સિવિલ ડ્રેસમાં ત્રણ પોલીસ કર્મીઓ સવાર હતા. જોકે ગાડી ડિવાઇડર સાથે અથડાઇ ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા એક યુવકને અડફેટે લેતા તેને ઈજા પહોંચી હતી. આ યુવકને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે ગાડીમાં સવાર ઈજાગ્રસ્ત પોલીસ કર્મીઓને પણ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application