છોટાઉદેપુર જિલ્લાનાં ઝોઝ પોલીસ સ્ટેશનમાં ધરપકડ થયેલા એક વ્યક્તિને જામીન પર છોડવા તેની પાસે પોલીસ કર્મચારી પરબસિંગ નારસિંગ રાઠવાએ રૂપિયા 10,000/-ની માંગણી કરી હતી. જે અંગે એક જાગૃત નાગરિકે છોટાઉદેપુર એન્ટી કરપ્શન બ્યુરોનાં અધિકારીને સંપર્ક કરતા તેઓએ છટકું ગોઠવી પોલીસ કર્મચારી પરબસિંગ રાઠવાને બપોરે ઝોઝ પોલીસ સ્ટેશનમાં જ રૂપિયા 10,000/-ની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો.
છોટાઉદેપુર જિલ્લાનાં ઝોઝ પોલીસ સ્ટેશનમાં કલમ 135 તથા અન્ય ગુનામાં ધરપકડ થયેલા એક વ્યક્તિને જામીન આપવાના મુદ્દે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પરબ સિંગ નારસિંગ રાઠવાએ રૂપિયા 10,000/-ની લાંચની માંગણી કરી હતી. જે અંગે આરોપીએ તેમના સંબંધીને જાણ કરતા સંબંધીએ એન્ટીકરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો.
વડોદરા એન્ટીકરપ્શન બ્યુરોનાં મદદનીશ નિયામક પરેશ ભેસાણીયાની સુચનાથી છોટા ઉદેપુર એન્ટીકરપ્શન વિભાગના એમ.કે.સ્વામી તથા સ્ટાફે જાગૃત નાગરિકના સાળા પાસેથી રૂપિયા 10,000/-ની લાંચની માંગણી કરનાર પરબસિંગ નારસિંગ રાઠવાને ઝડપી પાડવા છટકું ગોઠવ્યું હતું. જેમાં બપોરે 1:00 વાગ્યાના સુમારે જાગૃત નાગરિક દ્વારા પોલીસ કર્મચારી પરબસિંગ નારસિંગ રાઠવાને રૂપિયા 10,000/-ની લાંચ આપી હતી અને તે લાંચની રકમ પોલીસ કર્મચારીએ પોતાના ટેબલના ડ્રોવરમાં પૈસા મૂક્યા હતા. જે બાદ એન્ટીકરપ્શન બ્યુરોની ટીમે પોલીસ સ્ટેશનમાં પહોંચી જઈ પોલીસ કોન્સ્ટેબલ પરબસિંગ નર્સિંગ રાઠવાને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500