સોનગઢ તાલુકાના ખગોળ ગામે ચીમનભાઈ સોનિયાભાઈ ગામીત ની સર્વે નંબર 61 વાળી જમીન બાબતે ગામના જ બારસીભાઈ વજીયાભાઈ ગામીત નો ઝગડો ચાલતો હોય જેથી ચીમનભાઈએ સદર જમીનની માપણી જમીન દફતર ખાતા વ્યારા નાઓએ કરી ચીમનભાઈની નીકળતી જમીનમાં નિશાન કરી આપેલ હોય, જેથી નિશાન ઉપર પથ્થરના ધુટ નાખતા હતા.
તે વખતે બારસીભાઈ હાથમાં કુહાડી લઈ ચીમનભાઈ તથા તેમની સાથેના માણસોને માં-બહેન ઉપર નાલાયક ગાળો આપી કુહાડી વડે જાન થી મારી નાખવાની ધમકી આપી હતી, બનાવ અંગે ચીમનભાઈ ગામીતે સોનગઢ પોલીસને ફરિયાદ કરતા પોલીસે બારસીભાઈ ગામીત વિરુધ્ધ ગુનો દાખલ કરી નિયમોનુસાર ની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application