Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડોલારા ગામે મંડળીના મેનેજરનો કોલર પકડી જાનથી મારી નાંખવાની ધમકી

  • January 04, 2022 

વ્યારાના ડોલારા ગામે ખેડૂતોની મોટા કદની સેવા સહકારી મંડળીના મેનેજરનો બે જણાએ કોલર પકડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ વ્યારા પોલીસ ચોપડે નોંધાઈ છે.


મળતી માહિતી મુજબ વ્યારાના ડોલારા ગામના તાડ ફળિયામાં રહેતા અને ખેડૂતોની મોટા કદની સેવા સહકારી મંડળીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા મોહનભાઇ ચેમટીયાભાઇ ગામીત નાઓ તા.૩૧મી ડીસેમ્બર ૨૦૨૧ નારોજ ડોલારા ત્રણ રસ્તા પાસે આવેલ સુરત ડીસ્ટ્રીક્ટ કો.ઓપરેટીવ બેન્કની બાજુમાં  આવેલ મંડળીમાં હતા તે દરમિયાન નરેશભાઇ વિરજીભાઇ ગામીત અને રવિન્દ્રભાઇ નરેશભાઇ બંને રહે,ડોલારા ગામ,તાડફળીય તા-વ્યારા નાઓના ઓફીસ પાસે આવી નરેશભાઇએ મોહનભાઈ ગામીતને જણાવેલ કે, ગઈકાલે સાંજે હજામની દુકાને તમે મારા છોકરાનો કોલર કેમ પકડેલ ? તેમ કહી નરેશ અને રવીન્દ્રએ નાલાયક ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હોવાની ફરિયાદ મંડળીના મેનેજર મોહનભાઈએ વ્યારા પોલીસ મથકે નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application