નવસારીનાં કરિશ્મા ગાર્ડન સોસાયટીમાં રહેતા ડ્રાઇવિંગનાં વ્યવસાય સંકળાયેલ યુવક સાથે 6 માસ અગાઉ બે ઈસમોએ હત્યાનો પ્રયાસ સાથે મારામારી કરી હતી જે મામલે હાલમાં કોર્ટમાં કેસ કાર્યરત હોય સમાધાન કરવા માટે આરોપીએ ફરિયાદીને ધમકાવી રેમ્બો ચપ્પુ વડે હુમલો કરવાનો પ્રયાસ કરી નાસી જતા ફરિયાદી યુવકે ફરીવાર આરોપી વિરુદ્ધ નવસારી ટાઉન પોલીસમાં નવી ફરિયાદ આપી છે. મળતી માહિતી મુજબ, કરિશ્મા ગાર્ડનમાં રહેતા અને ડ્રાઇવિંગના વ્યવસાય સાથે જોડાયેલા વસીમ વસીર શેખ સાથે છ મહિના અગાઉ આસિફ જાફર પઠાણ અને અલી પઠાણ નામના બે યુવકો સાથે કારના કાચ તોડવા બાબતે મારા મારી થઈ હતી.
જે બાબતે ફરિયાદી યુવક વસીમ બસીર શેખે 307 હત્યાના પ્રયાસનો ગુનો કોર્ટમાં દાખલ કરતા આરોપી આસિફએ ફરિયાદી યુવક વસીમ પર ચપ્પુ બતાવી હુમલો કરવા જતાં આંગળીઓ ઘાયલ થઈ હતી. ચપ્પુ મારવા જતાં લોકો ટોળું ભેગુ થઈ હતા આરોપીઓ ભાગી ગયા હતા. અને જતા જતા સમાધાન ન કર્યું તો જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. બનાવ અંગે ફરિયાદી વસીમ શેખે સારવાર લીધા બાદ નવસારી ટાઉન પોલીસ મથકમાં ફરીવાર આસિફ જાફર પઠાણ અને એક અજાણ્યા સામે ફરિયાદ આપી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application