ગાંધીરોડ ઉપર સોનીના ત્યાં દસ વર્ષથી નોકરી કરતો બંગાળી કારીગર દાગીના બનાવવાના બહાને વેપારી પાસેથી રૂપિયા 24.10 લાખનું સોનું લઇને નાસી ગયો હતો. બે મહિના પહેલા સોનાની ત્યાંથી નોકરી છોડી દીધી મોબાઇલ બંધથ કરીને મકાન ખાલીને કરીને વતનમાં ભાગી ગયો હતો. બનાવ અંગે કાલુપુર પોલીસે આરોપી સામે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે, આંબાવાડી વિસ્તારમાં રહેતા જગદિશભાઇ ભાલાણી (ઉ.વ.65)એ કાલુપુર પોલીસ સ્ટેશનમાં મૂળ પશ્વિમ બંગાળના વતની સામે ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી ગાંધીરોડ પર સીંધવી માં જવેલર્સ નામની દુકાન ધરાવીને સોના ચાંદીના બનાવવાનું કામકાજ કરે છે અને વર્કશોપ ધરાવે છે. દસ વર્ષ પહેલા પશ્વિમ બંગાળના સૈફુલ અબ્દુલ શેખ નામના કારીગરને નોકરીએ રાખ્યો હતો. આ સોના ચાંદીના દાગીના બનાવતો હતો. વર્ષોથી નોકરી કરતો હોવાથી તે વેપારી પાસેથી 24 કેરેટ સોનું લઇ જતો અને દાગીના બનાવીને પરત આપી દેતો હતો.
તા.5 એપ્રિલથી 18 આગસ્ટ 2023 દરમિયાન રૂપિયા 24.10 લાખની કિમંતનું 24 કેરેટ સોનું 395.102 ગ્રામ લઇ ગયો હતો. સૈફુલ એક દિવસ દુકાન ન આવતા વેપારીએ ફોન કર્યો હતો પરંતુ ફોન સ્વીચ ઓફ હતો. આથી વેપારીએ અન્ય કારીગર મારફતે તપાસ કરતા જાણવા મળ્યુ કે, તબિયત સારી નથી. જેથી વેપારીએ તેણે ફોન કર્યો ન હતો. પરંતુ ત્રણ ચાર દિવસ સુધી તે દુકાન આવ્યો નહીં અને ફોન તેનો સ્વીચ ઓફ આવતો હતો. જેથી તેઓ તાત્કાલિક જ્યાં રહેતો ત્યાં ગયા હતા. પરંતુ ત્યાં ઘર ખાલી કરીને જતો રહ્યો હોવાનું સામે આવ્યુ હતુ. ઘટના અંગે વેપારીએ કાલુપુર પોલીસ સ્ટેશનમાં તેના વિરૃદ્ધ 24.10 લાખની ઠગાઇની ફરિયાદ નોંધાવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500