સુરતનાં કામરેજ તાલુકાનાં સેગવા ગામનું દંપતી ફરવા જતા તેમના બંધ ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. જોકે પટેલ ફળિયામાં રહેતા રાજેશ ગોરધનભાઈ જાદવ પત્ની મીનાક્ષીબેન સાથે ગત તારીખ 5મી જુલાઈનાં રોજ વેગનઆર ગાડી મારફતે હજીરાથી રોરો ફેરી મારફતે યાત્રા ધામ વીરપુર અને સોમનાથના દર્શનાર્થે નીકળ્યા હતા. બીજે દિવસે સવારે સેગવા ગામે તેમના પાડોશી ભરતભાઈ પટેલે રાજેશભાઈને તેમના ઘરમાં ચોરી થયા અંગેની ઘટનાની જાણ વીડિયો કોલ મારફતે કરતા રાજેશભાઈ ઘટનાને દિવસે જ વીરપુરથી કામરેજ આવવા નીકળી ગયેલા રાજેશભાઈ રાત્રે રાજેશભાઇ ઘરે આવી ગયા હતા.
જયારે ઘરે આવી ચેક કરતા કબાટ અને તિજોરીમાંથી સોના-ચાંદીના ઘરેણાં તેમજ રોકડા 40 હજાર મળી કુલ રૂપિયા 2.10 લાખની કિંમતની ચોરી થયાની ઘટના બની હતી. ચોરી દરમ્યાન અજાણ્યા તસ્કરો દ્વારા રાજેશભાઈના ઘરમાંથી જુદી જુદી બેંકના 11 જેટલા એ.ટી.એમ. કાર્ડની પણ ઉઠાંતરી કરી ગયા હતા. જોકે જાણ્યા ચોરોને ઘરમાંથી હાથ લાગેલી ડાયરીમાં એ.ટી.એમ. કાર્ડ પીન નંબર લખેલા હોય ચોરોએ કડોદરા વિસ્તારમાં આવેલા કોટક મહીન્દ્રા, એસ.બી.આઇ તેમજ ડીસ્ટ્રીક કોઓપરેટિંગ બેંકના જુદા જુદા એટીએમથી 2 લાખ ઉપાડ્યાના મેસેજ રાજેશભાઈ પર આવતા તેમણે એ.ટી.એમ. કાર્ડ બ્લોક કરાવી દીધા હતા. સમગ્ર ચોરીની ઘટનામાં ભોગ બનેલા રાજેશભાઈ ગોરધનભાઈ જાદવે કામરેજ પોલીસ મથકે ફરિયાદ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application