સુરતનાં માંગરોળ તાલુકાનાં હથોડા ગામનાં યુવકને નજીવી બાબતે ઉશ્કેરાઇ ગયેલા ચાર લોકો દ્વારા અપશબ્દો બોલી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપવાનાં મામલે કોસંબા પોલીસ મથકે ગુનો નોંધાતા ચકચાર મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર, મુકેશ કાળીદાસ વસાવા મજૂરી કામ કરી પોતાનાં પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે મુકેશ પોતાનાં ઘરે આરામ કરી રહ્યો હતો. જે દરમ્યાન ફળીયામાં રહેતા ચાર ઇસમોએ મુકેશ પાસે આવી જણાવેલું કે, તું મને કેમ ખોટુ ધુણે છે' જેવુ જણાવી ઉપરોક્ત નજીવી બાબતે ઉશ્કેરાઇ ગયેલા ચારેય ઇસમો દ્વારા અપશબ્દો બોલી માર મારી લોહીલુહાણ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
જોકે મારામારીમાં મુકેશને માથાનાં તેમજ શરીરનાં ભાગે ઇજાઓ પહોંચતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે મુકેશ દ્વારા સમગ્ર ઘટના અંગેની જાણ કોસંબા પોલીસને કરતા પોલીસે મુકેશની ફરિયાદ અનુસંધાને નિકેશ રમેશ વસાવા, કાનજી વજીર વસાવા, વિકાસ કાનજી વસાવા, રાકેશ બાબુ વસાવા વિરૂદ્ધ જાનથી મારી નાંખવાની ધમકીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500