Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના સાંઢકુવા ગામે ઘર આંગણામાંથી પીકઅપ ટેમ્પો ચોરાયો

  • July 31, 2022 

સોનગઢના સાંઢકુવા ગામે ઘર આંગણે પાર્ક કરવામાં આવેલ પીકઅપ ટેમ્પો કોઈ અજાણ્યા ચોર ઈસમો લઇ નાશી છુટ્યા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.



મળતી માહિતી અનુસાર સોનગઢ તાલુકાના સાંઢકુવા ગામના ઉપલું ફળીયામાં રહેતા દિનેશભાઈ શાંતુભાઇ ગામીતએ ગતરોજ સાંજે પોતાના ઘર આંગણે પાર્ક કરેલ બોલેરો પીકઅપ ટેમ્પો નંબર જીજે/૨૬/ટી/૦૮૦૫ ની કોઈ અજાણ્યા ઈસમોએ મોડીરાત્રે ચોરી કરી લઇ નાશી ગયા હતા. વાહનના ઓરીજનલ કાગળો અને જરૂરી દસ્તાવેજો પણ ટેમ્પોમાં જ હતા.દિનેશભાઈ ગામીતએ તેમના ઘરની બાજુમાં આવેલ ઈંગ્લીશ મીડીયમ સ્કુલના સીસીટીવી કેમેરા પણ ચેક કર્યા હતા જોકે વરસાદના કારણે સીસીટીવી કેમેરા બંદ હતા. બનાવ અંગે દિનેશભાઈ પોલીસ મથકે અરજી કરી હોવાનું જાણવા મળ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application