Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વિવિધ માંગણીઓ સાથે આદિવાસી વિકાસ સંઘ દ્વારા તાપી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

  • September 27, 2022 

આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ દ્વારા વિવિધ માંગણીઓને લઇ તાપી કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું. તે અનુસાર હાલમાં ભારત સરકાર દ્વારા કાયદો પસાર કરી ૧૨ જેટલી જ્ઞાતિને અનુસૂચિત જનજાતિમાં સમાવેશ કરવામાં આવેલ છે જેના વિરોધમાં વ્યારા તાલુકાના અનુસૂચિત જનજાતિના આગેવાનો અને આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ વતી સોમવારે વિવિધ માંગણીઓ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.





આપવામાં આવેલ આવેદનપત્ર અનુસાર (૧) બોગસ ૧૨ જાતિને અનુસૂચિત જનજાતિમાં સમાવેશ કરવામાં આવેલ છે તેને રદ કરી આદિવાસી સમાજને નુકસાન ન થાય તેની કાળજી સરકારશ્રી રાખે (૨) ગુજરાત સરકાર દ્વારા બિન આદિવાસીઓને પ્રમાણપત્ર આપવામાં આવેલ છે તેને રદ કરી ખોટા પ્રમાણપત્ર મેળવનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે (૩) હાલ સરકાર શ્રી દ્વારા વિધવા સહાયમાં વિધવા બહેનોને સહાય પેટે  રૂ.૧૨૫૦/- આપવામાં આવે છે જે હાલની મોંઘવારીને ધ્યાનમાં લેતા વિધવા સહાયમાં રૂ.૩ હજાર નો વધારો કરવામાં આવે (૪) વ્યારા તાલુકાના દરેક રાશનકાર્ડ ધારકોને અગાઉ સરકારશ્રી દ્વારા રેશનકાર્ડમાં કેરોસીન આપવામાં આવતું હતું જે હાલમાં બંધ છે તેને તાત્કાલિક ચાલુ કરવામાં આવે (૫) મનરેગા અધિનિયમ-૨૦૦૫ હેઠળ ગામમાં સ્થાનિક રોજગારી મળી રહે તે માટે દરેક ગામમાં દરેક કુટુંબના વ્યક્તિદીઠ જોબ કાર્ડ ધારકોને ૧૦૦ દિવસનું કામ આપવામાં આવે અને વેતનમાં વધારો કરવામાં આવે (૬) ઉજ્વલા અને અન્ય યોજના હેઠળ આપેલા ગેસ સિલિન્ડર ભરવા માટે રૂપિયા ૧૧૦૦ જેટલી રકમ લેવામાં આવે છે જેની રકમ તાત્કાલિક ધોરણે ઓછી કરવામાં આવે,




(૭) વિધવા બહેનોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ દરેક બહેનોને આવાસ મંજૂર કરવામાં આવે (૮) સરકાર શ્રી પરિપત્ર પ્રમાણે વ્યારા તાલુકાની તમામ વિધવા બહેનોને અંત્યોદય રેશનકાર્ડ બનાવી આપવામાં આવે (૯) નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં સંસ્કૃત ભાષા ફરજિયાત છે તે રદ કરો (૧૦) નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સ્થાનિક ભાષામાં ભણાવવાનું રદ કરી ધોરણ ૧ થી ૪ ગુજરાતી/અંગ્રેજી ભાષાનું શિક્ષણ ફરજિયાત કરો (૧૦) આદિવાસી જંગલ જમીન ખેડતાઓ પાસે સનદ મળેલી હોવા છતાં ફોરેસ્ટ વિભાગ વાળા જમીનમાં પ્રવેશ કરવા દેતા નથી તે તાત્કાલિક બંધ કરો (૧૧) બેડકુવાદૂર રેશનીંગ દુકાનદાર દ્વારા ફિંગર પ્રિન્ટ ની જરૂર છે પરંતુ ફિંગર ના પડતા અનાજ મેળવી શકતા નથી તેવા કુટુંબોને અનાજ મળે તેવી સગવડ ઊભી કરો(૧૨) ઢોલી ઉમંર, છેવડી અને નાના સાતસીલા ગામના રેશનકાર્ડ ધારોકે ને કુપનની પ્રિન્ટ આપી ઢોલીઉમર ગામે અનાજ વિતરણ કરો, તેમજ પ્રાથમિક સુવિધાઓ જેમકે રસ્તાઓ, પ્રાથમિક શાળામાં બાળકોને જમવા માટે સેડ,જર્જરિત આંગણવાડી મકાન નવું બનાવવું વિગેરે માંગો સાથે તાપી કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application