મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાના જનકનાકા પાસે નાની ચીખલી રોડ ઉપરથી એક મોપેડ બાઈક ચાલકની ડીકીમાંથી છૂટક બિયરના ટીન મળી આવતાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, વ્યારા પોલીસ સ્ટાફના માણસો ટાઉન ચોકી ખાતે હાજર હતા તે દરમિયાન બાતમી મળી હતી કે, નાનીચીખલી ગામ તરફથી એક મોપેડ બાઈક ઉપર એક ઈસમ ઇંગ્લિશ દારૂ લઈ વ્યારા તરફ આવે છે.
જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો જનકનાકા પાસે આવી નાનીચીખલી ગામ તરફથી આવતા રસ્તા ઉપર વોચમાં ઉભા હતા. તે દરમિયાન બાતમી વાળી મોપેડ બાઈક નંબર GJ/26/A/9064 ઉપર એક ઈસમ આવતા જોઈ તેને ઇશારા કરી ઉભો રખાવી તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ રાજેશકુમાર હસમુખભાઈ પંચાલ (રહે.કાનપુરા, રામજી મંદિર પાસે, વ્યારા, તા.વ્યારા)ના હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ પોલીસે મોપેડ બાઈકની ડીકીમાં તપાસ કરતા ડીકીમાંથી છૂટક બિયરના ટીન નંગ 24 મળી આવી હતી. ત્યારબાદ પોલીસે વધુ પૂછપરછ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, આ પ્રોહી મુદ્દામાલ વિનોદભાઈ ગામીત (રહે.ડોસવાડા ગામ, તા.સોનગઢ)નાઓએ પાસેથી લાવ્યો હોવાનું જણાવતા આ કામે વિનોદભાઈને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે ઝડપાયેલ રાજેશ પંચાલ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500