મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં રામપુરા-કાનાદેવી ગામનાં નીચલા ફળિયામાં વગર પાસ પરમિટે દેશી દારૂ બનાવી તેનું વેચાણ કરનાર એક ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં બેસી પ્રોહી. પેટ્રોલીગમાં નીકળ્યા હતા. તે દરમિયાન ખાગની રાહે બાતમી મળી હતી કે, રામપુરા (કાનાદેવી) ગામે નીચલું ફળિયામાં રહેતો એક ઈસમ પોતાના રહેણાંક ઘરની બાજુમાં આવેલ પજારીમાં દેશી દારૂ બનાવાવની ભઠ્ઠી ચલાવી દેશી દારૂનું છૂટ્ટક વેચાણ કરે છે.
જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસોએ બાતમીવાળી જગ્યા ઉપર પહોંચી કોર્ડન કરી એક ઈસમને ઝડપી પાડી ઈસમનું નામ પુછાતા તેણે પોતાનું નામ, દિલીપભાઈ ઠાકોરભાઈ ગામીત (રહે.રામપુરા ગામ (કાનાદેવી), નીચલું ફળિયું, તા.સોનગઢ)નાં હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે સ્થળ ઉપર તપાસ કરતા સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી અને ભઠ્ઠીનાં સાધનો જેમાં પિત્તળની એક દેગડી, આઠ લીટર દેશી દારૂ, દસ લીટર ગરમ વોશ, 60 લીટર ઠંડો વોશ તથા 5 નંગ પતરાના ડબ્બા મળી આવ્યા હતા. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે ઝડપાયેલ ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધારી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500