વલસાડ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ મારફતે ધરમપુર પોલીસને પાંડવખડક ગામના ઉપલું ફળિયામાં રહેતા દિનેશ ઉર્ફે ધીરુભાઈ ભોયા તેના પિતા આવજીભાઈ ભાયાની દુકાનના પાસે પેટ્રોલ અને ડિઝલના જથ્થાનું ગેરકાયદે વેચાણ કરી રહ્યા હોવાની માહિતી મળી હતી. જે બાતમીને આધારે ધરમપુર પોલીસની ટીમે સ્થળ તપાસ કરી હતી.
જે તપાસ દરમિયાન દિનેશ ભોયાએ તેના પિતાની દુકાન અને ઘરના વચ્ચે શેડ બનાવ્યો હોવાની વિગત સામે આવી હતી. જે શેડની અંદર તપાસ કરતા શેડમાંથી પેટ્રોલ અને ડીઝલનો 1790 લીટર જેની કિંમત રૂપિયા 1,66,450/-નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે પેટ્રોલ અને ડીઝલનો વિપુલ જથ્થો રાખનાર દિનેશ ભોયા પાસેથી પરવાનગીના દસ્તાવેજો માંગ્યા હતા. જે દસ્તાવેજો મળી આવ્યા નહિ હતા બનાવ અંગે પોલીસે આરોપી દિનેશ ભોયા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application