Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બ્રિટનમાં 16 હજાર પાઉન્ડની છેતરપિંડી કરવા ભારતીય મૂળની વ્યકિતને ત્રણ વર્ષની જેલની સજા

  • June 05, 2023 

બ્રિટનમાં પ્રોપર્ટી ખરીદવા અંગે મદદ કરવાના નામે 16 હજાર પાઉન્ડની છેતરપિંડી કરવા ભારતીય મૂળની વ્યકિતને ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે તેમ સ્કોડલેન્ડ યાર્ડે એક નિવેદનમાં જણાવ્યું છે. તેણે જેટલા લોકો સાથે છેતરપિંડી કરી હતી તેમાં મોટે ભાગે ભારતીયો હતાં. 64 વર્ષીય જસપાલ સિંહ જુટલાને ગુરુવારે લંડનનાં આઇલવર્થ ક્રાઉન કોર્ટમાં ખોટી માહિતી છેતરપિંડી કરવાના ચાર કેસ અને ઓથોરિટી ન હોવા છતાં વિનિયમિત પ્રવૃત્તિ કરવાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે.


મેટ્રોપોલિટન પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે કે, અપરાધ મે 2019થી જાન્યુઆરી 2021ની વચ્ચે થયો હતો અને જુટલાએ ગયા વર્ષે ઓગસ્ટમાં ઉક્સબ્રિજ મેજિસ્ટ્રેટ કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન પોતાના અપરાધ સ્વીકારી લીધા હતાં. અપરાધ ચાર પીડિતો સાથે સંબધિત છે. જેમને 15,790 પાઉન્ડ ચુકવવા માટે ધમકાવવામાં આવ્યા હતાં.


મેટ પોલીસના સેન્ટ્રલ સ્પેશિયાલિટ ક્રાઇમ યુનિટના ફાઇનાન્સિયલ ઇન્વેસ્ટીગેટરના ડિટેક્ટીવ કોન્સ્ટેબલ અનિતા શર્માએ જણાવ્યું હતું કે જસપાલ સિંહ જુટલા સતત અપરાધ કરનાર વ્યકિત છે. જેણે પોતાના જ સમુદાયના લોકોનું શોષણ કર્યુ  હતું. તેણે આ કમાણીનો ઉપયોગ પોતાની જીવનશૈલી માટે કર્યો હતો. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, અમે પીડિતોનો આભાર વ્યક્ત કરીએ છીએ કે જેમણે હિંમતપૂર્વક ફરિયાદ કરી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application