Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

31 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે પેડલરની ધરપકડ કરવામા આવી

  • July 17, 2022 

અમદાવાદ શહેરમાં MD ડ્રગ્સનો વધુ એક કેસ અમદાવાદ એસઓજી દ્વારા કરવામા આવ્યો છે. 31 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે પેડલરની ધરપકડ કરવામા આવી છે. પેડલરની પૂછપરછમાં સામે આવ્યુ કે તેનો ભાઈ સપ્લાયર છે અને તેણે જ આ ડ્રગ્સ વેચવા માટે આપ્યું હતું. જેથી પોલીસે તેની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી છે.અમદાવાદ શહેર SOG ક્રાઇમ ટીમને ખાનગી બાતમી મળી હતી કે, આશ્રમ રોડ પર આવેલી સિટી ગોલ્ડ મલ્ટીપ્લેક્સની ગલીમાં એક યુવક ખાનગી રાહે MD ડ્રગ્સનું વેચાણ કરી રહ્યો છે. જે અંગે તપાસ કરતા રઈશ ઉર્ફે પટવા નાસીરખાન પઠાણ ડ્રગ્સની પડીકીઓ સાથે મળી આવ્યો હતો. જે એમડી ડ્રગ્સના વેચાણ માટે આવ્યો હોવાનું સામે આવ્યું છે.


આરોપીની તપાસ કરતાં ઝીપલોક થેલીમાંથી 3 લાખથી વધુની કિંમતનું 31 ગ્રામથી વધુ MD ડ્રગ્સ મળી આવ્યું હતું. પેડલર રઈસ ઉર્ફે પટવાની પુછપરછ કરતા આ ડ્રગ્સ તેના ભાઈ સોહેલ નાસીરખાન પઠાણ પાસેથી લાવી અમદાવાદમાં છુટ્ટક વેચાણ કરતો હોવાનું કબૂલ્યું હતું. જેથી SOGએ પેડલરના સપ્લાયર ભાઈ સોહેલની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.ડ્રગ્સ સાથે ઝડપાયેલા પેડલરની તપાસ કરતા તે છેલ્લા બે વર્ષથી એમડી ડ્રગ્સનો બંધાણી છે.  તે ડ્રગ્સનું વેચાણ પણ કરતો હોવાનું સામે આવ્યુ છે. સાથે જ તેની વિરુદ્ધ હત્યા અને લુંટ સહીત 6 ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યુ છે. જેલમા જેલ સિપાઈ પર પણ જીવલેણ હુમલો કર્યો હતો. એટલું જ નહિ પણ બે વખત પાસા પણ ભોગવી ચુક્યો હોવાનુ સામે આવ્યું છે. બીજી તરફ પોલીસની તપાસમાં સામે આવ્યુ છે કે, પેડલરનો સપ્લાયર ભાઈ પણ સોહેલ પણ ગંભીર ગુનામા સંડોવાયેલ છે. લાંબા સમયથી MD ડ્રગ્સનુ વેચાણ કરે છે. જેથી તેને શોધી લેવા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.


અમદાવાદમાં એક તરફ અન્ય રાજ્યમાંથી ડ્રગ્સ લાવી વેચાણ કરવામાં આવે છે. તો બીજી તરફ જુના અમદાવાદ એટલે કે કોટ વિસ્તારની અંદર ડ્રગ્સનુ દુષણ વધ્યું છે. તેવા જ એક ડ્રગ્સ પેડલરની ધરપકડ કરવામાં આવી છે. આરોપી જાવેદ શા કે જે અગાઉ અમદાવાદમાંથી ઝડપાયેલા 60 ગ્રામ MD ડ્રગ્સના ગુનામાં ફરાર હતો તેની ધરપકડ કરવામાં આવી છે. જેથી પોલીસને આશા છે કે કોટ વિસ્તારની અંદર ચાલતા ડ્રગ્સ દુષણમાં સંડોવાયેલ અન્ય ડ્રગ્સ સપ્લાયર સુધી પહોચી શકાશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application