મનિષા એસ.સુર્યવંશી/વ્યારા : વ્યારાના જુના બસ સ્ટેન્ડ પરથી આહવા-સુરત બસમાંથી ઉતરેલ એક મુસાફરના કબજામાંથી ઈંગ્લીશદારૂની ૭૨ બોટલો કબજે કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ તા.૦૩/૦૬/૨૦૨૩ નારોજ મધ્ય પ્રદેશન રાજ્યપાલશ્રી મંગુભાઈ પટેલ નાઓ વ્યારા ખાતે પધારનાર હોય, જે અંગેના બંદોબસ્ત માટે તાપી એલસીબી શાખામાં ફરજ બજાવતા વિનોદભાઈ પ્રતાપભાઈ સહિતનો સ્ટાફ વ્યારાના જુના બસ સ્ટેન્ડ પાસે ઉભા હતા. તે દરમિયાન સોનગઢ તરફથી એક આહવા-સુરત એસટી બસ આવેલ અને પેસેન્જરો ઉતારી જતી રહી હતી, જોકે આ બસમાંથી ઉતરેલ પેસેન્જરો પૈકી એક ઇસમ તેના એક હાથમાં થેલી અને સ્કુલ બેગનો થેલો લઇ ઉતરી બસ સ્ટેન્ડ તરફની દુકાનોની ઓથમાં જવા લાગતા તેને શંકાના આધારે ઝડપી પાડી પૂછપરછ તેણે પોતાનું નામ મજૂભાઈ ભાણીયાભાઈ ગામીત રહે.કોટવાળીયા ફળિયું ભીંતી ગામ તા.ઉચ્છલ નાનો હોવાનું જણાવ્યું હતું તેમજ તેની પાસેની થેલી તથા બેગ તપાસ કરતા તેમાંથી ઈંગ્લીશદારૂ કુલ બાટલીઓ નંગ-૭૨ જેની કિંમત રૂપિયા ૪૮૦૦/-નો પ્રોહી મુદ્દામાલ મળી આવ્યો હતો.
પોલીસની વધુ પૂછપરછ ઉચ્છલના લીંબાસોટી ગામેથી રમેશભાઈએ ભરી આપ્યો હતો એ બારડોલી બસ સ્ટેન્ડ પર ઉતરી કોલ કરવા જણાવ્યું હતું. જોકે બાદમાં રમેશભાઈ ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. આ મામલે એલસીબીએ પકડાયેલા શખ્સ પાસેથી મળી આવેલ ૧ મોબાઈલ અને દારૂ મળી કુલ્લે રૂપિયા ૬૩૦૦/- નો મુદ્દામાલ કબજે કરી વ્યારા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500