Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જૂજવા વિસ્તારમાં તથા આજુબાજુમાં છેલ્લા ઘણાં દિવસોથી જોવા મળતો દીપડો પાંજરે પુરાયો

  • October 21, 2022 

વલસાડનાં જૂજવા ગામે એક આંબાવાડીમાંથી કદાવર દીપડો પાંજરે પુરાયો હતો. જોકે આ દીપડો છેલ્લા ઘણાં દિવસોથી જૂજવા વિસ્તારમાં તથા આજુબાજુનાં જોવા મળ્યો હતો. જયારે દીપડો વિસ્તારમાં લટાર મારતો હોવાની દહેશતને લઈને વિસ્તારમાં રહેતાં પશુપાલકોમાં ચિંતાનો વિષય બન્યો હતો. તેમજ પશુપાલકો અને ગ્રામજનો દીપડાની હાજરીને લઈને ભયભીત થયા હતા. ઘટનાની જાણ વલસાડ વન વિભાગની ટીમને થતા વન વિભાગે દીપડાને પકડવા પાંજરું ગોઠવ્યું હતું.




જેમાં દીપડો પાંજરે પૂરતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. મળતી માહિતી અનુસાર, વલસાડ તાલુકાનાં જૂજવા ગામે છેલ્લા 11 દિવસથી દીપડો ફરતો હતો. જેને લઈને વલસાડ વન વિભાગને આ બાબતની જાણ કરાતા વલસાડ વન વિભાગે જૂજવા ગામના પટેલ ફળિયામાં જગન ઉકાભાઇ પટેલની વાડીમાં દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવ્યું હતું. જોકે વહેલી સવારે દીપડો પાંજરે પુરાઈ ગયો હતો. જેને જોવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો દોડી આવ્યા હતા અને વન વિભાગના કર્મચારીઓએ દીપડાનો કબ્જો મેળવી ચણવાઈ વન વિભાગે લઇ જવામાં આવ્યો હતો. આ દીપડો આશરે 4 વર્ષનો હોવાનું વન વિભાગે જણાવ્યું હતું. દીપડો પાંજરે પૂરતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application