Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બોરીવલીનાં સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનમાં ટૂંક સમયમાં સિંહ અને સિંહણની જોડી લાવવામાં આવશે

  • September 28, 2022 

ગુજરાતનાં જૂનાગઢ ખાતે સક્કરબાગ ઉદ્યાનમાં આવેલા સિંહ અને સિંહણની જોડી મુંબઈ ખાતે બોરીવલીના સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનમાં (નેશનલ પાર્ક) ટૂંક સમયમાં લાવવામાં આવશે. આની સામે બોરીવલીથી વાઘ અને વાઘણની જોડી જૂનાગઢ મોકલવામાં આવશે એવી માહિતી રાજ્યના વન વિભાગના પ્રધાન સુધીર મુનંગટીવારે આપી હતી. જોકે આ ટ્રાન્સફર માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની પરવાનગી મેળવવી જરૂરી છે. ગુજરાત અને મહારાષ્ટ્રનું મંત્રાલય આ માટે સંયુક્ત રીતે પ્રયાસો હાથ ધરશે.




ઉલ્લેખનીય છે કે, સંજય ગાંધી નેશનલ પાર્કમાં હાલ બે વાઘ, ત્રણ દીપડા, બે સિંહ તથા અન્ય પશુપંખીઓ પણ છે. જોકે કેટલાક સમયથી સિંહદર્શન બંધ કરાયું હતું. સંજય ગાંધી નેશનલ પાર્કમાં તાજેતરમાં ટેક્સીડર્મી સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યું છે. ટેક્સીડર્મીમાં મૃત પશુની ખાલને અમુક રીતે ભરીને સાચવવામાં તથા પ્રદર્શિત કરવામાં આવે છે. આ ઉપરાંત આ પાર્કમાં બિલાડી કુળનાં પ્રાણીઓ વાઘ, દીપડા વગેરેની જાણકારી આપતું કેટ ઓરિએન્ટેશનસેન્ટર પણ શરૂ કરાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application