કૃષિ મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવર્સિટી, કેમ્પસ, ભરૂચ તેમજ ગુજરાત નેચરલ ફાર્મિંગ ડેવેલોપમેન્ટ બોર્ડ, આત્મા પ્રોજેક્ટના સંયુક્ત ઉપક્રમે પ્રાકૃતિક ખેતી અંગે એક દિવસીય તાલીમ કમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતુ. તાલીમમાં, મેમ્બર ઓફ એકેડેમિક કાઉન્સિલ પણ હાજર રહ્યા હતા.
ગ્રામીણ વિકાશનો પાયો પ્રાકૃતિક ખેતી થકી જ મજબૂત બનશે અને આધુનિક યુગમાં પ્રાકૃતિક ખેતી કરી અને આવકમાં કઈ રીતે વધારો કરી શકાય તે વિશે પ્રમુખપદેથી ઉદબોધન કર્યું હતું. પ્રાકૃતિક ખેતીમાં, ટિસ્યૂ કલ્ચરના રોપા વિવિધ જીવામૃત બીજામૃત, દશપર્ણી અર્ક તેમજ વર્મી કમ્પોસ્ટ કઈ રીતે બનાવવો તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી, સાથે-સાથે તાલીમ દરમિયાન બાગાયતી પાકો જેમ કે જામફળ, આંબા, ચીકુ તેમાં કલમ પદ્ધતિઓ તેમજ પ્રાકૃતિક ખેતી થકી તેમાં કઈ રીતે આવકમાં વધારો કરી શકાય તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકામાંથી આવેલ ખેડૂતોએ રસપ્રદ રીતે તાલીમનો લાભ ઉઠાવ્યો હતો. તાલીમમાં ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાના ૬૦ કરતાં પણ વધારે ખેડૂતો હાજર રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500