સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, આહવા ખાતે વાણિજય અને અર્થશાસ્ત્ર વિભાગ તથા SEBI ના નિયંત્રણ હેઠળ MCX દ્વારા પ્રાયોજિત ‘FINANCIAL LITERACY AND BASICS OF STOCK MARKET’ થીમ ઉપર એક દિવસીય સેમિનાર આયોજિત કરવામા આવ્યો હતો. કૉલેજના આચાર્યશ્રી ડૉ.યુ.કે.ગાંગુર્ડેના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમમાં કૉલેજના રસ ધરાવતા વાણિજય અને અર્થશાસ્ત્ર વિભાગના ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને અધ્યાપકશ્રીઓએ ભાગ લિધો હતો.
આ સેમિનારના વિષય નિષ્ણાંત શ્રી અયુબ મલેક, એ.વી.પી., બીઝનેશ ડેવલોપમેન્ટ, એમ.સી.એક્સ, ગાંધીનગર દ્વારા “COMMODITY DERIVATIVES MARKET” પર પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું. શ્રી અયુબ મલેકે COMMODITY DERIVATIVES MARKET ના પ્રકાર, તેને અસરકરતા પરિબળો તથા કાર્યપદ્ધતિ અંગે વિગતવાર સમજ આપી હતી. વિરલ મહેતા, એ.વી.પી., બીઝનેશ ડેવલોપમેન્ટ, શ્રી લક્ષ્મીશ્રી ઇન્વેસ્ટમેન્ટ અને સિક્યુરિટીસ પ્રાઇવેટ લીમીટેડ, અમદાવાદ દ્વારા “FINANCIAL LITERACY AND BASICS OF STOCK MARKET” પર પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું.
સંસ્થાના વડા આચાર્યશ્રી ડૉ. યુ. કે. ગાંગુર્ડે દ્વારા વિદ્યાર્થીઓને તેમનામાં રહેલ નાણાકીય સંચાલન અંગેની કુશળતાનો વિકાસ થાય તે હેતુસર પ્રોત્સાહક માર્ગદર્શન પૂરું પાડ્યું હતુ. અહિં વિદ્યાર્થીઓને મુંઝવતા પ્રશ્નો અંગે પ્રશ્નોતરી કરી વિદ્યાર્થીઓની મુંઝવણ દુર કરવામાં આવી હતી. આ સેમિનાર દ્વારા વિદ્યાર્થીઓમાં નાણાકીય બાબતો અંગે, આવક-ખર્ચના બજેટ, રોકાણ કયા ક્ષેત્રમાં અને કેવી રીતે કરવું તેમજ નાણાકીય સંચાલન અંગેના જ્ઞાન અને સમજશક્તિમાં વધારો થયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500