આહવા-ડાંગ ખાતે મહિલાને બાળ અધિકારીની કચેરી, ડાંગ દ્વારા કામકાજના સ્થળે જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત કાયદાકીય એક દિવસીય માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. જિલ્લા મહિલા અને બાળ અધિકારી તેમજ જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારીનાં માર્ગદર્શનથી ડાંગ જિલ્લાના ડો.આંબેડકર ભવન ખાતે “કામકાજનાં સ્થળે સ્ત્રીઓની જાતીય સતામણી અધિનયમ ૨૦૧૩" અંતર્ગત કાયદાકીય શિબિરનુ આયોજન કરવામા આવ્યુ હતુ. એડ્વોકેટ રોશનભાઈ સરોલિયા દ્વારા કામકાજના સ્થળે સ્ત્રીઓની જાતીય સતામણીના કાયદા વિશે વિગતવાર માહિતી આપી હતી.
જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી દ્વારા આંતરિક ફરિયાદ સમિતિની રચના કઈ રીતે કરવી, સમિતિ કઈ રીતે કાર્ય કરે છે, સ્થાનિક ફરિયાદ સમિતિ દ્વારા કરવામા આવતી કામગીરી વિશે વિગતવાર માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ. આહવા તાલુકા પંચાયતનાં ઉપપ્રમુખ દ્વારા સેમિનારને બિરદાવી અવાર નવાર આવા કાર્યક્રમો થકી મહિલાલક્ષી કાયદાનો વધુમા વધુ પ્રચાર પ્રસાર થાય અને મહિલાઓ અન્યાય ન સહન કરતા આગળ આવે અને ફરિયાદ કરે એમ જણાવવામા આવ્યુ હતુ. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના આંતરિક ફરિયાદ સમિતિના અધ્યાક્ષા દ્વારા આંતરિક ફરિયાદ સમિતિની કામગીરીની માહિતી આપી ઉપસ્થીત બહેનોને માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ.
કાર્યક્રમમાં સરકારી અને બિનસરકારી કચેરીની બહેનો આ કાયદા હેઠળ રચાયેલ જુદી જુદી કચેરીની આંતરિક સમિતિના અધ્યક્ષ અને સભ્યો, મહિલા અને બાળ અધિકારીની કચેરીના દેખરેખ હેઠળ ચાલતા વિવિધ માળખાઓના કર્મચારીઓ અને ડાંગ જીલ્લાના જુદા જુદા ગામડાની બહેનોએ હાજર રહ્યા હતા. મહિલા બાળ વિકાસ વિભાગ ના અલગ અલગ માળખાઓ જેવા કે સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર (FBSE) અને 181 અભયમ મહિલા હેલપલાઇન, મહિલા વિવિધલક્ષી કેન્દ્ર નારી અદાલત સ્વધાર ગૃહ વિશેની માહિતી જેતે માળખાઓના કર્મચારી દ્વારા આપવામા આવી હતી. જેન્ડર સ્પેશ્યાલીસ્ટ DHEW પિયુષભાઈ કાર્યક્રમની પૂર્ણાહુતી કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500