દર વર્ષ વિશ્વ સ્તનપાન સપ્તાહની ૧થી ૭ ઓગસ્ટ ૨૦૨૩ સુધી ઉજવણી કરવામાં આવે છે. જિલ્લા પંચાયત આઈ.સી.ડી.એસ કચેરી તાપી દ્વારા પ્રોગ્રામ ઓફિસરશ્રીના માર્ગદર્શન હેઠળ ૧૦૪૯ આંગણવાડી કેન્દ્રો ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણી અંતર્ગત સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓને સ્તનપાનના મહત્વને સમજાવવા પોષણ પંચાયત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમુદાય/કુટુંબના સભ્યોને સ્તનપાન અને માતાના દુધના મહત્વ અંગે સંવેદનશીલતા અને પરિવારની ભૂમિકા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત આંગણવાડી કાર્યકર, મુખ્ય સેવિકાઓ દ્વારા સગર્ભા અને ધાત્રીમાતાઓની મુલાકાત લેવામાં આવી અને પ્રથમ ધાવણ તેમજ બાળકને છ માસ સુધી માત્ર માતાનું ધાવણ લેવુ તે અંગે પણ સમજ કેળવવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationહવામાન વિભાગે આગામી ચાર દિવસ ગરમીને લઈને હિટવેવની આગાહી કરી
April 06, 2025