બિહારનાં ભાગલપુર જિલ્લામાં ગંગા નદી પર બની રહેલ પુલ તૂટવાના કેસમાં રાજ્ય સરકારે મોટી કાર્યવાહી કરીને કન્સ્ટ્રકશન કંપનીને નોટીસ ફટકારી છે. માર્ગ બાંધકામ વિભાગનાં એડિશનલ ચીફ સેક્રેટરી પ્રત્યાય અમરિતે જણાવ્યું હતું કે, પુલના બાંધકામ સાથે સંકળાયેલા એક્ઝિક્યુટીવ એન્જિનિયરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે હરિયાણા સ્થિત કંપનીને આ પુલના બાંધકામનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. બિહાર રાજ્ય પુલ નિર્માણ નિગમના મેનેજિંગ ડાયરેક્ટરે કંપનીને શો કોઝ નોટીસ પાઠવી છે.
કંપનીને જવાબ આપવા માટે 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે. નોટિસમાં કંપનીને પૂછવામાં આવ્યું છે કે, સરકાર દ્વારા તમને બ્લેકલિસ્ટ કેમ કરવામાં ન આવે? કામની ગુણવત્તા પર નજર રાખવામાં નિષ્ફળ રહેલા એક્ઝિક્યુટીવ એન્જિનિયરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભાગલપુર અને ખગરિયા જિલ્લાઓને જોડવા માટે આ પુલનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. ૨૦૧૪માં નીતીશકુમારે આ પુલનો શિલાન્યાસ કર્યો હતો. આ બ્રિજના નિર્માણ માટે ૧૭૦૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા અને બ્રિજનું નિર્માણ કાર્ય ૨૦૧૯ સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application