થોડા દિવસો પહેલા રણવીર સિંહે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટ બાદ સમગ્ર સોશિયલ મીડિયા અને ન્યૂઝ પેપર,ન્યૂઝ ચેનલોમાં રણવીર સિંહની ખૂબ ચર્ચાઓ ચાલી હતી. તેમાં તેનો વિરોધ પણ થયો હતો જ્યારે કેટલીક જગ્યાએ તેના પર પોલીસ સ્ટેશનમાં કેસ પણ થયા હતા.
આ સમગ્ર મામલે હવે નવો વળાંક આવ્યો છે.રણવીર સિંહે 30 ઓગસ્ટ એ હાજર થવાનું હતું ત્યારે 1 દિવસ પહેલા જ પોલીસ સમક્ષ હાજર થઈને પોતાનું નિવેદન આપ્યું છે. રણવીર સિંહે ન્યૂડ ફોટોશૂટ એક ઇન્ટરનેશનલ મેગેઝિન પેપર માટે કરાવ્યું હતું. ન્યૂડ ફોટોશૂટ કરાવ્યા બાદ સર્જાયેલા વિવાદ પર હવે રણવીર સિંહે પોલીસ સામે પોતાનું નિવેદન નોંધાવ્યું છે,આ ન્યૂડ ફોટોશૂટ પછી તેને ટીકાનો સામનો કરવો પડ્યો હતો એટલું જ નહીં,તેની સામે એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી.
આ ન્યૂડ ફોટોશૂટ કેસમાં તેનું નિવેદન નોંધવા બદલ પોલીસે અભિનેતા રણવીર સિંહ વિરુદ્ધ નોટિસ જાહેર કરી હતી/રણવીર સિંહ તેની લીગલ ટીમ સાથે પોતાનું નિવેદન નોંધવા માટે મુંબઈના ચેમ્બુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા,પોલીસે લગભગ બે કલાક સુધી રણવીર સિંહનું નિવેદન નોંધ્યું,પોલીસે રણવીરને 30 ઓગસ્ટ હાજર થવા કહ્યું હતું પરંતુ રણવીર સિંહ એક દિવસ પહેલા જ પોલીસ પાસે પહોંચ્યો અને તેનું નિવેદન નોંધ્યું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500