Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત આપઘાત કેસમાં નવો વળાંક,નવી ચિઠ્ઠીથી થયો મહત્વનો ખુલાસો

  • November 09, 2023 

છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર સુરત શહેર સહિત ગુજરાતને ઝકઝોરી રાખનાર સુરત સામૂહિક આપઘાત કેસમાં આખરે મોટો ખુલાસો થવા પામ્યો છે. આ કેસમાં એક નવી ચિઠ્ઠી સામે આવી છે જેના થકી મોટો ખુલાસો થયો છે.


આ કેસની વિગત પ્રમાણે આ નવી ચિઠ્ઠીએ આ બાબતમાં આપઘાત કરનાર પરિવારના ધંધાના પાર્ટનર ઉપર આંગળી ચીંધી બતાવી છે. આ કેસમાં સામે આવેલી નવી વિગતો પ્રમાણે આપઘાત કરનાર પરિવારના હાર્ડવેરના ધંધામાં પાર્ટનર ઈન્દરપાલ પુનારામ શર્મા નામનો એક વ્યક્તિ છે જે આ પરિવારને નવો ધંધો શરૂ કરવા માટે રૂપિયા લાવવાનું પ્રેશર કરતો હતો. મહત્વનું છે કે આ પરિવારના સભ્યોએ આ પાર્ટનર સાથે નિધિ પ્લાયવુડ નામનો ધંધો શરુ કર્યો હતો.



આ ધંધામાં પૈસા માટે ઈન્દરલાલ નામનો તેમનો પાર્ટનર આ પરિવારને રૂપિયા માટે ઘણું દબાણ કરતો હતો. જેનાથી કંટાળીને આખરે આ સમગ્ર પરિવારે અંતિમ પગલું ભર્યું હોય એ દિશામાં હાલમાં પોલીસે આ નવી ચિઠ્ઠી મળ્યા પછી તપાસ શરૂ કરી દીધી છે. આ કેસમાં ધંધામાં પાર્ટનર એવા ઈન્દરલાલની ભૂમિકા સામે આવી છે. આ કેસમાં હાલમાં અડાજણ પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને આ શખ્સ વિરુદ્ધ તપાસ હાથ ધરી છે.



શું હતી ઘટના ? સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં આવેલ સિદ્ધેશ્વર કોમ્પ્લેક્સના સી-ટુ બિલ્ડીંગમાં ગ્રાઉન્ડ પ્લસના ભાગે આવેલ ફ્લેટમાં રહેતા મનીષ કનુભાઈ સોલંકી વ્યવસાયે પ્લાયવુડમાંથી ફર્નિચર બનાવવાના ધંધા સાથે સંકળાયેલા હતા. મનીષભાઈ પોતાની પત્ની, ત્રણ સંતાનો અને માતા-પિતા સાથે સંયુક્ત પરિવારમાં રહેતા હતા. ગઇકાલે પરિવારના તમામ સભ્યો ઘરમાંથી મૃત હાલતમાં મળી આવ્યા હતા. જેની જાણકારી બિલ્ડીંગના લોકો દ્વારા પોલીસને કરવામાં આવી હતી.



સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં સામૂહિક આઘાતની ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. એક જ પરિવારના સાત સભ્યોના મોતના પગલે સમગ્ર વિસ્તાર હિબકે ચઢ્યું હતું. બનાવની જાણકારી મળતા સ્થળ પર પોહચેલી પોલીસને એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી. જે સ્યુસાઇડ નોટમાં અન્ય કોઈ વ્યક્તિ પાસે રૂપિયા લેવાના નીકળી રહ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જોકે, વ્યક્તિગત તરીકે નામનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application