સ્પેસમાં જીવન માટે નવો ખતરો ઉદ્ભવી રહ્યો છે અને પૃથ્વી સામે સંકટ તોળાઈ રહ્યું છે તેવા ચોંકાવનારા અહેવાલે પૃથ્વીવાસીઓ માટે સનસનાટી સર્જી છે. ગ્દછજીછનાં ચંદ્ર ટેલિસ્કોપે ગ્રહો પરનાં જીવન માટે આકાશમાંથી આવનારા નવા ખતરાનો પર્દાફાશ કર્યો છે. તારાઓમાં થઈ રહેલા વિસ્ફોટથી ઉદ્ભવતા શક્તિશાળી એક્સ -રે 100 પ્રકાશ વર્ષ દૂરનાં ગ્રહોને પણ પ્રભાવિત કરી શકે છે તેવો ચોંકાવનારો ખુલાસો તેમાં કરાયો છે. સૂર્યમાળાનાં ગ્રહો તેમજ તેનાં પર વિકસી રહેલા જીવન માટે આ અભ્યાસ અને શોધ મહત્ત્વપૂર્ણ પુરવાર થશે તેમ વૈજ્ઞાનિકોનું માનવું છે. નાસાની ચંદ્ર એક્સ રે ઓબ્ઝર્વેટરી તેમજ અન્ય એક્સ રે ટેલિસ્કોપ દ્વારા અંતરિક્ષમાં કોઈપણ તારામાં થતા વિસ્ફોટ પૃથ્વી જેવા ગ્રહો માટે નવો ખતરો સર્જી શકે છે તેવી શોધ કરવામાં આવી છે. નાસાનાં ખગોળશાસ્ત્રીઓએ ચંદ્ર એક્સ રે ટેલિસ્કોપ તેમજ અન્ય દૂરબીનો દ્વારા અભ્યાસ કરીને આ આંકડા એકઠા કર્યા છે. જે પૃથ્વી તેમજ અન્ય ગ્રહો પરનાં જીવો માટે નવો ખતરો સર્જી શકે છે.
નવો અભ્યાસ સુપરનોવા વિસ્ફોટો પર આધારિત
નવો અભ્યાસ સુપરનોવા વિસ્ફોટો તેમજ તેનાં એક્સર રેનાં અવલોકનો પર આધારિત છે. રિસર્ચમાં જણાયું છે કે આશરે 160 પ્રકાશ વર્ષ દૂર આવેલા ગ્રહો પણ એક્સ -રેનાં વિકિરણની ઘાતક માત્રાનાં સંપર્કમાં આવવાથી ખતરો સર્જાઈ શકે છે.નાસાનાં જણાવ્યા મુજબ જો કોઈ નજીકનાં ગ્રહમાંથી મોટા જથ્થામાં એક્સ રે નીકળે તો તે ગ્રહનાં વાયુમંડળનાં માળખામાં મહત્ત્વનાં ફેરફાર આવી શકે છે. પૃથ્વી જેવા ગ્રહો માટે ઓઝોનનાં સ્તરમાં મોટો ઘટાડો થઈ શકે છે. જીવોનો મોટી સંખ્યામાં ખાતમો બોલાઈ શકે છે. પૃથ્વી પર ફૂડ ચેનથી જીવી રહેલા અનેક દરિયાઈ જીવની પ્રજાતિનો નાશ થઈ શકે છે.
આકાશગંગા, ગ્રહોને માઠી અસરની સંભાવના
અલબત્ત નવી શોધથી પૃથ્વીને તત્કાળ કોઈ ખતરો છે કે કેમ તેનો અભ્યાસ કરાઈ રહ્યો છે. પૃથ્વી તેમજ બીજા ગ્રહો હાલ સુપરનોવા વિસ્ફોટોની સંભાવના ધરાવતા તારાથી માઇલો દૂર સુરક્ષિત છે પણ આકાશગંગા કે જેને આપણે મિલ્કી વૅ કહીએ છીએ તેની અંદર આવેલા કેટલાક ગ્રહો સામે ખતરો સર્જાઈ શકે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500