આમતો પ્રસંગ હતો મિત્રના લગ્નનો અને મિત્રના લગ્નનું આમંત્રણ મળતા મિત્રો આવ્યા હતા,લગ્નમાં અને લગ્નમાં ચાલી રહેલા ડીજેમાં મિત્રો પણ નાચી રહ્યા હતા અને ઝૂમી રહ્યા હતા એ દરમ્યાન ભૂલથી ડી.જે માં નાચી રહેલા ગામના યુવાનને પગ વાગી જતા બબાલ થઇ હતી. બબાલ ઉગ્ર બનતા ગામના બે યુવાનોએ લગ્નમાં આવેલા યુવાન પર ચપ્પુથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી ફરાર થઇ ગયા હતા. જોકે ઓલપાડ પોલીસે ઘટના સ્થળે પહોંચી ફરાર થયેલા બંને હત્યારાઓને ઝડપી પાડી જેલ ભેગા કરી દીધા હતા.
ઓલપાડ પોલીસે આ બે ગુનેગારોને ઝડપી પાડ્યા છે. આ બે યુવાનો કોઈ રીઢા હત્યારા કે શુટર નથી પરંતુ છતાં તેમના પર હત્યાનો આરોપ લાગ્યો છે. વાત જાણે એમ છે કે,ઓલપાડ તાલુકાના સીથાણા ગામના નવા હળપતિ વાસમાં રહેતા રુષભ ઉર્ફ સાગર નામના યુવાનના લગ્નનો પ્રસંગ હતી અમે સાગરના આમંત્રણથી તેના મિત્રો ૧૩ તારીખે સુરતથી લગ્નમાં આવ્યા હતા. લગ્નની તૈયારી ચાલી રહી હતી અને ડી.જે ના તાલ પર નાચી રહ્યા હતા. જેમાં મૃતક કલ્પેશ કંચન રાઠોડ પણ મિત્રો સાથે નાચી રહ્યો હતો એ દરમ્યાન કલ્પેશનો પગ આરોપી અજય રાઠોડને લાગી જતા અજય સાથે કલ્પેશને બોલાચાલી થઇ હતી. બોલાચાલી ઉગ્ર બનતા આરોપી ગણેશ રાઠોડે ચપ્પુ વડે કલ્પેશ પર હુમલો કરી દેતા કલ્પેશનું ગંભીર ઈજાના કારણે મોત નીપજ્યું હતું.
જો કે, પોલીસે બંને આરોપી અજય રાઠોડ અને ગણેશ રાઠોડને ઝડપી પાડી જેલ ભેગા કરી દીધા હતા.ઓલપાડની આ ઘટના જીવનમાં ઘણું બધું શીખવી જાય છે. સામાન્ય બાબતે ઝગડો થયો અને ગુસ્સાની આગમાં એકે જીવ ગુમાવ્યો અને બીજા બેએ જેલમાં જવાનો વારો આવ્યો. કહેવાય છે ને ગુસ્સાની આગમાં ક્યારેય કોઈનું ભલું થયું નથી .ગુસ્સો ક્ષણિક હોય છે પણ પસ્તાવો જિંદગી ભર રહે છે ત્યારે ઓલપાડની આ ઘટના સબક છે સાવધાન રહો અને સંયમી રહો અને ક્યારેય ઉશકેરાટમાં ખોટું પગલું ના ભરો નહીં તો પસ્તાવું પડશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500