ચોમાસાનાં આગમન આડે થોડા દિવસ રહ્યાં છે ત્યારે થાણેમાં જોખમી જાહેર થયેલી ચાર હજારથી વધુ ઈમારતોમાં રહેતા લાખો લોકોના જીવ તાળવે ચોંટી ગયા છે. આમાંથી 86 મકાનો અત્યંત જોખમી સ્થિતિમાં છે અને પડવાને વાંકે ઊભા છે. સૌથી વધુ 1,340 જોખમી બિલ્ડિંગો છે એવું પાલિકાના સર્વેમાં જાણવા મળ્યું છે. એક તરફ થાણેને સ્માર્ટ-સિટીમાં ફેરવવાની દિશામાં આગળ વધતી મહાપાલિકા જોખમી ઈમારતોની સમસ્યા ઊકેલવામાં સફળ નથી થઈ. આને લીધે લાખો લોકોએ નાછૂટકે જીવ જોખમમાં મૂકીને આ મકાનોમાં રહેવું પડે છે.
જોકે ગત તા.4 એપ્રિલ 2013માં લકી કમ્પાઉન્ડમાં સાત માળની ઈમારત તૂટી પડતા ૭૨ રહેવાસીઓએ જીવ ગુમાવ્યો હતો. ત્યાર પછી જોખમી ઈમારતોના પ્રશ્નની ગંભીરતા પાલિકાને સમજાઈ હતી. દર વખતની જેમ આ વખતે પણ ચોમાસા પહેલાં જોખમી ઈમારતોનું સ્ટ્રક્ચરલ ઓડિટ કરાવવાની પાલિકા તરફથી અપીલ કરવામાં આવી હતી. પણ તેને હજી સુધી કોઈ પ્રતિસાદ મળ્યો નથી. મકાનોનાં ક્લસ્ટર રિડેવલપમેન્ટ માટેના 45 પ્રોજેક્ટ પાલિકાએ મંજૂર કર્યા છતાં હજી કોઈ જગ્યાએ બાંધકામની શરૂઆત થઈ નથી. થાણેમાં ટ્રાન્ઝીટ કેમ્પ માટે બે મોટી ઈમારતો બાંધવાની જાહેરાત થઈ હોવા છતાં હજી એક જ ઈમારતનું બાંધકામ ચાલુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application