Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કુકરમુંડામાં તાપી કિનારે પુર જેવી સ્થિતિમાં તણાઇ જતાં લોકોને બચાવવા કેવી કામગીરી કરવી તેની સમજણ આપતી મોકડ્રીલ યોજાઈ

  • June 21, 2024 

કુકરમુંડામાં તાપી કિનારે પુર જેવી સ્થિતિમાં તણાઇ જતા લોકોને બચાવવા કેવી કામગીરી કરવી તેની સમજણ આપતી મોકડ્રીલ યોજાઈ હતી. કુકરમુંડા તાલુકામાં ચોમાસા દરમિયાન ભારે વરસાદના સમયમાં ભારે પુરની નદીઓમાં સ્થિતિ ઉભી થાય ત્યારે લોકો તણાઇ જાય કે કુદરતી આફતમાં બચાવ કામગીરી કેવી રીતે કરી શકાય તે અંગે સમજૂતિ આપવા મામલતદાર કચેરી દ્વારા મોકડ્રીલનું આયોજન કરાયું હતું. મોકડ્રીલમાં તાલુકાની 108, પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ, તાલુકા પંચાયતના કર્મચારીઓ, આરોગ્યની ટીમ ઉપસ્થિત રહી હતી. તાપી નદી કિનારે રહેતા લોકો જયારે ભારે વરસાદમાં પુરમાં સપડાઈ જાય તો બચાવ કામગીરીનું પ્રેકટીકલ કરીને દર્શાવ્યું હતું. પુરમાં ખેંચાતા એક યુવાનને ઉગારી લેવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application