Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે કોવિડ સામેની તૈયારીઓની સમીક્ષાને લઈને મોકડ્રીલ યોજાઈ

  • December 27, 2022 

તાજેતરમાં ભારતના અન્ય પડોશી દેશોમાં કોવિડ-૧૯ ના નવા વેરીયન્ટના કેસોમાં વધારો થઈ રહેલ છે તેમજ ભારતમાં પણ કોવિડ-૧૯ નવા વેરીયન્ટના કેસો નોંધાયેલ છે. આ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લેતાં આરોગ્ય વિભાગની કોવિડ તકેદારી તથા અટકાયતી પગલાંના ભાગરૂપે આરોગ્ય વિભાગ હસ્તકની સંસ્થાઓમાં કાર્યરત પી.એસ.એ. પ્લાન્ટ અને ઓક્સિજન કોન્સન્ટ્રેટર મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે તાપી જિલ્લામાં જનરલ હોસ્પીટલ વ્યારા ખાતે જિલ્લા કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવેની ઉપસ્થિતીમાં અને અન્ય આરોગ્ય અધિકારીશ્રીઓની હાજરીમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.






શંકાસ્પદ દર્દી હોસ્પિટલ આવે ત્યારથી લઈને વેન્ટિલેટર સહિત દવા તથા જરૂરી ઇન્જેક્શન જેવી સારવારની તમામ સુવિધાઓ વિશે મોકડ્રીલમાં માહિતી આપવામાં આવી

જેમાં કોવિડ શંકાસ્પદ દર્દી જ્યારે હોસ્પિટલ પરિસરમાં પહોંચે ત્યારે કેવી રીતે તબક્કાવાર તેમને હોસ્પિટલના સ્ટાફ દ્વારા અટેન્ડ કરવામાં આવશે તેની જાણકારી ડમી દર્દી દ્વારા ઉપસ્થિત સૌને આપવામાં આવી હતી. આ માટે હોસ્પિટલ પરિસરમાં કોવિડ સ્ક્રીનિંગ એરિયા ઉભો કરવામાં આવ્યો છે. જ્યાં કોવિડના શંકાસ્પદ દર્દીની તપાસ કરવામાં આવશે. થર્મલ ગન અને ઓક્સિજન લેવલની તપાસ બાદ જો જરૂર હોય તો દર્દીને કોવિડ ટેસ્ટ માટેના વિભાગમાં રિફર કરવામાં આવશે. હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ પણ ઊભો કરાયો છે. આમ, શંકાસ્પદ દર્દી હોસ્પિટલ આવે ત્યારથી લઈને વેન્ટિલેટર સહિત દવા તથા જરૂરી ઇન્જેક્શન જેવી સારવારની તમામ સુવિધાઓ વિશે મોકડ્રીલમાં માહિતી આપવામાં આવી હતી.





દર્દીઓને એટેન્ડ કરવાની તૈયારીઓ વિશે સમીક્ષા કરવામાં આવી

મોકડ્રીલ દરમિયાન જનરલ હોસ્પિટલમાં સ્થિત ઓક્સિજન પ્લાન્ટ સહિત કોવિડ સારવારને લઈને ઉપલબ્ધ સુવિધાઓ,દવાનો જથ્થો, બેડની સંખ્યાનો ખ્યાલ જિલ્લા કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવેએ મેળવ્યો હતો. આ સાથે હોસ્પિટલની ક્ષમતા, ઓક્સિજન સુવિધા, બેડની ઉપલ્બધતા તથા દર્દીઓને એટેન્ડ કરવાની તૈયારીઓ વિશે સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત તાપી જિલ્લાની 38 પીએચસી, 3 અર્બ પેએચસી, 6-સીએચસી, એસ.ડી.એચ ઉચ્છલ, સહિત વ્યારાની કાલીદાસ હોસ્પીટલ, જનક સ્માર્ક હોસ્પીટલ ખાતે પણ મોકડ્રીલ યોજવામાં આવી હતી. 




તાપી જીલ્લામાં કુલ- ૦૭ PSA Plant કાર્યરત છે.
  1. જનરલ હોસ્પિટલ, વ્યારા, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ,
  2. ઉચ્છલ, સામુહિક આરોગ્ય કેન્દ્ર,
  3. ગડત, સામુહિક આરોગ્ય કેન્દ્ર,
  4. વાલોડ, સામુહિક આરોગ્ય કેન્દ્ર,
  5. નિઝર, કાલીદાસ હોસ્પિટલ,
  6. વ્યારા (પ્રાઈવેટ) ૦ જનક સ્મારક હોસ્પિટલ,
  7. વ્યારા (પ્રાઈવેટ) ખાતે PSA Plant કાર્યરત છે.




તાપી જિલ્લા ખાતે માનવ સંસાધનની વાત કરીએ તો ૧૩૦ મેડિકલ ઓફિસર,  ૧૮ આયુષ તબીબ, ૮૭૦ પેરામેડિકલ સ્ટાફ ખડેપગ છે. 

આ સાથે તાપી જિલ્લાની તમામ આરોગ્ય સંસ્થાઓમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટરની સુવિધા ઉપલબ્ધ છે. જિલ્લામાં ફૂલ-૧૪૫ ઓક્સિજન કોન્સન્ટ્રેટરની સુવિધા ઉપલબ્ધ છે.સાથે સાથે કોવિડ-૧૯ માટે ખાસ આઈસોલેશન બેડમાં ૧૬૪ ઓક્સિજન બેડ અને ૧૭૮ નોર્મલ બેડ, ૧૨૯ વેન્ટીલેટઓ ઉપલબ્ધ છે. જિલ્લામાં ૯૭૭૫ PPE Kit, ૮૯૦૦ RTPCR Kit, ૧૧૮૬૩Antigen Kit ઉપલબ્ધ છે. આ સિવાય એમ્બ્યુલન્સમાં ૧૧ BLS અને ૦૨ ALS સેનીટાઈઝર, માસ્ક, ડ્રગ્સનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે. તાપી જિલ્લા ખાતે માનવ સંસાધનની વાત કરીએ તો ૧૩૦ મેડિકલ ઓફિસર,  ૧૮ આયુષ તબીબ, ૮૭૦ પેરામેડિકલ સ્ટાફ ખડેપગ છે. 



હાલ તાપી જિલ્લામાં  એક્ટિવ કેસ ૦૧ (અર્બન વ્યારા)ખાતે છે.

અત્રે નોધનીય છે કે, હાલ તાપી જિલ્લામાં  એક્ટિવ કેસ ૦૧ (અર્બન વ્યારા)ખાતે છે. જિલ્લામાં કોવિડ વેક્સિનેશન અંગે નજર કરીએ તો ૧૮+ પ્રથમ ડોઝ-અને બીજા ડોઝમાં  ૫૭૬૬૨૬/૫૧૪૬૮૮ (૧૧૨ ટકા) નાગરિકોએ પ્રથમ ડૉઝ લીધો છે. ૧૮+ બીજો ડોઝમાં ૫૭૮૯૨૦/૫૧૪૬૮૮ (૧૧૨ ટકા), અને ૧૮+ પ્રિકોશન ડોઝ  ૩૬૫૦૮૫/૫૬૩૮૫૦ (૬૪.૮૫ ટકા) નાગરિકોએ વેક્સીનનો ડોઝ લીધો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application