ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની ઔદ્યોગિક વસાહતમાં રોજગારી અર્થે સ્થાયી થયેલા પરિવારમાં સગીરા ગુમ થયા બાદ મળી આવી હતી અને તેણીએ માતા-પિતા સાથે રહેવું નથી તેમ કહેતા તેણીને નારી કેન્દ્રમાં ખસેડતા નારી કેન્દ્રના સંચાલકો તેણીને મેડિકલ માટે સિવિલમાં લાવતા સિવિલ હોસ્પિટલમાંથી પણ રફુચક્કર થઈ જતા સમગ્ર મામલો એ ડિવિઝન પોલીસમાં પહોંચ્યો છે.
ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં નારી કેન્દ્રના સંચાલક વૈશાલીબેન ચરોતરિયાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર વાગરા તાલુકાના ઔદ્યોગિક વસાહતમાં રોજગારી અર્થે સ્થાયી થયેલા રસુલ મંડોળીયા તેમની પત્ની અને દીકરી સાથે રોજગારી મેળવતા હતા અને તે દરમિયાન તેઓની 14વર્ષીય સગીરવયની દીકરી ગુમ થતા તેની શોધખોળ બાદ તે મળી આવી હતી અને તેણીએ કહ્યું હતું કે મારે મારા માતા પિતા સાથે રહેવું નથી.
જેના કારણે નિયમ મુજબ સગીરાને ભરૂચના નારી કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી અને નારી કેન્દ્ર ખાતે સગીરાના મેડિકલ માટે વૈશાલીબેન ચરોતરીયા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને તે દરમિયાન વૈશાલીબેન ચરોતરિયા હોસ્પિટલમાં હતા તે દરમિયાન તેઓની નજર ચૂકવી સગીરા ગુમ થઈ હતી સતત શોધખોળ બાદ પણ તે મળી આવી ન હતી જેના કારણે તેઓએ તાબડતોબ નજીકના એ ડિવીઝન પોલીસ મથકે દોડી જય ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ માટે નારી કેન્દ્રમાંથી લાવેલી સગીરા ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતીએ ડિવીઝન પોલીસે નારી કેન્દ્રના સંચાલક વૈશાલીબેન ચરોતરિયા ની સગીરા મનીષાબેન ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી જેના પગલે પોલીસે પણ તેણીની શોધખોર આરંભી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500