ઓકટોબર મહિનામાં સુરતના ઉન ભીંડી બજાર વિસ્તારમાં રહેતા સગીર યુવકની હત્યા થઈ હતી. આ મામલે આજે પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં સગીરને તેના મિત્ર અને તેના ભાઈએ ભેગા મળી રમતમાં હારજીતના ચક્કરમાં મારી નાખ્યો હતો.
બેભાન થઈ જતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો
મળતી માહિતી મુજબ સુરતના ઉન વિસ્તારમાં રહેતો સગીર ગયા વર્ષે 17 ઓક્ટોબરના રોજ તેના મિત્ર સાથે રમવા ગયો હતો. ત્યારબાદ રમતી વખતે અચાનક તેના મિત્ર સાથે ઝઘડો થયો હતો. જે બાદ તે બેભાન થઈ ગયો હતો અને તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં હાજર ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ પછી પાંડેસરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી.
સગીર યુવકનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવવાનો બાકી હોવાને કારણે એ નથી જાણી શકાયું કે તેનું મૃત્યુ કેવી રીતે થયું.મૃતકની માતાએ તેના મિત્ર અને તેના ભાઈ સામે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. માતાએ નોંધાવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે તેના પુત્ર અને તેના મિત્ર વચ્ચે ફ્રી ફાયર ગેમને લઈને દલીલ થઈ હતી. ત્યારે તેના મિત્રએ અપશબ્દો બોલ્યા હતા. તેણે એમ પણ કહ્યું કે તે કરાટે જાણતો હતો અને મારા પુત્રનું ગળું દબાવીને માથામાં મુક્કો માર્યો હતો, જેને કારણે સગીર યુવકનું મૃત્યુ થયું.
ઓક્ટોબરમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો
સગીર યુવકના મોત મામલે મૃતકની માતાની ફરિયાદના આધારે પાંડેસરા પોલીસે બંને ભાઈઓ સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે હવે ઓક્ટોબરમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયા બાદ આજે તેની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500