સુરતના ચલથાણમાં રહેતા એક યુવક અને એક સગીર મોટરસાઇકલ લઈ વરેલી ખાતે રાત્રી દરમિયાન સુંદરકાંડ સાંભળી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન મોડી રાતે હાઇવે પર કાર ચાલકે મોટરસાઇકલને અડફતે લેતા અકસ્માતમાં ઘવાયેલા બે પૈકી 14 વર્ષના સગીરનું મોત નીપજ્યું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ચલથાણ ગામે આશિષનગર સોસાયટીના ઘર નંબર 16માં રહેતા પંકજભાઈ પાઠક અને તેના સંબધી પ્રિયંશું મનોજ મિશ્રા (ઉ.વ.14) સાથે મોટરસાઇકલ GJ/19/AK/6799 પર ગત તારીખ 8 સપ્ટેમ્બરના રોજ વરેલી ખાતે કૃષ્ણકુંજ રેસિડેન્સીમાં સુંદરકાંડ સાંભળવા માટે ગયા હતા.
ત્યારે 9 સપ્ટેમ્બરના રોજ મળસ્કે 2 વાગ્યાના અરસામાં પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે સમયે ચલથાણ ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર-48 પર પ્રિન્સ હોટલની સામે કટ પર મુંબઈ તરફથી આવતી કાર નંબર GJ/01/HY/4737ના ચાલકે મોટરસાઇકલને ટક્કર મારતા પ્રિયંશું અને પંકજને ગંભીર ઇજાઓ થઈ હતી. અકસ્માત પંકજભાઈને ડાબા પગે ફ્રેક્ચર અને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ અને ડાબા પગે પણ ફ્રેક્ચર થયું હતું સુરતની ખાનગી હોસ્પિટલમાં બન્નેને સારવાર હેઠળ ખસેડવામાં આવતા 14 વર્ષીય પ્રિયંશુંનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતુ ઘટના અંગે મૃતકના સબંધીએ કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application