પાટણ જીલ્લાના હારીજ નર્મદાની કેનાલમાં આધેડ શિક્ષીકાએ ઝંપલાવી જીવન ટુંકાવ્યું પાટણના હારીજ તાલુકાના સાંકરા ગામે શિક્ષીકા તરીકે ફરજ બજાવતા આધેડ મહિલાએ કુરેજા નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં પીલુવાડા નજીક પોતાનો મોબાઈલ કેનાલની બહાર મુકીને કેનાલમાં ઝંપલાવી જીવન ટુકાવ્યું હતું,જેને લઈ ચકચાર મચી જવા પામી છે.પતિએ મહિલાને માનસીક બિમારી હોવાનું જણાવ્યું હતું,જ્યારે જ્યોત્સના બેનના ભાઈએ હારીજ પોલીસ મથકે તેમના પતિ અને દિયર વિરૂધ્ધ ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવી હતી.
હારીજ તાલુકાના સોઢવ ગામના વતની હરગોવનભાઈ પરમાર અને તેમની પત્ની જ્યોત્સનાબેન પરમાર બન્ને પતિ પત્ની શિક્ષક તરીકેની ફરજ બજાવે છે,ત્યારે જ્યોત્સનાબેને મંગળવારના રોજ કુરેજા નજીક નર્મદાની કેનાલમાં ઝંપલાવી જીવન ટુંકાવ્યું હતું, ત્યારે તેમના પતિનો સંપર્ક કરતાં તેમને પોતાની પત્ની જ્યોત્સનાબેનને માનસીક બિમારી હોવાનું જણાવ્યું હતું, પરતું જ્યોત્સનાબેનના બન્ને ભાઈઓને વાતની જાણ થતાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેમણે તેમના બનેવી અને બનેવીના ભાઈ માનસીક અને શારીરીક ત્રાસ આપતા હોવાનું જણાવ્યું હતું, જેને લઈ જ્યોત્સનાબેનના ભાઈએ હારીજ પોલીસ મથકે પોતાની બહેનને માનસીક અને શારીરીક ત્રાસ આપતા હોવાથી પોતાનું જીવન ટુંકાવ્યું છે,જેથી તેમના પતિ હરગોવનભાઈ ગણપતભાઈ પરમાર અને દિયર અશોકભાઈ ગણપતભાઈ પરમાર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500