Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાલોડનાં દાદરિયા ગામે સર્જાયેલ અકસ્માતમાં હથુકા ગામનાં આધેડનું સારવાર દરમિયાન મોત

  • May 30, 2023 

મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : વાલોડનાં દાદરિયા ગામે આવેલ દાદરિયા સુગર ફેકટરીનાં ગેટની સામે રોડ ઉપર એક અજાણ્યા કાર ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતાં હથુકા ગામનાં આધેડનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.


મળતી માહિતી મુજબ,વાલોડ તાલુકાનાં હથુકા ગામનાં પટેલ ફળિયામાં રહેતા શંકરભાઈ પરસોત્તમભાઈ પટેલ (ઉ.વ.63) નાઓ સોમવારનાં રોજ મોડી સાંજે પોતાના કબ્જાની બજાજ પ્લેટીનાં બાઈક નંબર GJ/26/M/1477 લઈ દાદરીયા સુગર ફેક્ટરીનાં ગેટની સામે રોડ ક્રોસ કરતા હતા. તે સમયે વેગેનાર કાર નંબર GJ/05/RA/9632નાં ચાલકે પોતાની વેગેનાર કાર પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી શંકરભાઈ પટેલનાંની બાઈકને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. જોકે આ અકસ્માતમાં શંકરભાઈને માથાનાં ભાગે ગંભીર ઈજા તેમજ જમણા પગે ફેક્ચર થતાં અને શરીર નાની-મોટી ઇજાઓ થતાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે જયકુમાર શંકરભાઈ પટેલ નાંએ વાલોડ પોલીસ મથકે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application