Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાલોડના બુહારીમાં અજાણ્યા વાહન અડફેટે આધેડનું મોત

  • March 24, 2023 

વાલોડના બુહારીથી બેડચિત તરફ જતા માર્ગ પર અજાણ્યા વાહન અડફેટે આવી જતા એક વૃધ્ધાનું ગંભીર ઈજાઓના કારણે મોત નિપજ્યું હતું.


બનાવ અંગે વાલોડ તાલુકાના બુહારીથી બેડચિત તરફ જતા બુહારી બહુચરાજી માતાના મંદીર પાસે રોડ ઉપર તા.૨૧/૦૩/૨૦૨૩ નારોજ એક અજાણ્યો ફોર વ્હિલના ચાલકે પોતાની ફોર વ્હિલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી રોડ પર ચાલતા વસનજીભાઇ  નાથુભાઇ કોટવાળીયાઓને અડફેટમા લઇ સ્થળ ઉપરથી પોતાનુ વાહન  લઇને નાસી છુટ્યો હતો. આ અકસ્માતના બનાવમાં વસનજીભાઇના મોઢાના ભાગે તથા માથા પાછળના ભાગે તેમજ ડાબા હાથના કાંડાના  ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમ્યાન વસનજીભાઇનું મોત નિપજ્યું હતું.



બનાવ અંગે ધનસુખભાઇ  વસનજીભાઇ કોતવાળીયા રહે,વાંકલ ગામ  ખજુરી ફળીયું તા.ડોલવણ જી.તાપી નાઓની ફરિયાદના આધારે તા.૨૨/૦૩/૨૦૨૩ નારોજ પોલીસે અજાણ્યા વાહન ચાલક વીરુધ્ધ ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application