વાલોડના મારિયા પાર્ક-૨માં રહેતા ફરીયાદી અબ્દુલ મુનાફ અબ્દુલ મજીદ શેખ એ વાલોડ પોલીસ મથકે બાઈક ચાલક સામે નોંધાવેલ ફરિયાદ મુજબ ફરિયાદીનાઓના બનેવી અબ્દુલ રહીમ સરદાર મિયા મલેક (ઉ.વ.62) નાઓ તા.9મી મેની રાત્રે જમ્યા પછી ચાલવા માટે વાલોડ-શિકેર રોડ ઉપર ધ્રુવ મોટર્સની સામેથી જતા હતા
ત્યારે સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર જીજે/26/એસી/8934 ના ચાલકે પોતાની મોટરસાયકલ પૂરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઇ આવી અબ્દુલ રહીમ સરદાર મિયાં મલેકને પાછળથી ટક્કર મારી હતી જેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો, જોકે ફરજ પરના તબીબે અબ્દુલ રહીમ સરદાર મીયાં મલેકને મૃત જાહેર કર્યા હતા, આ અકસ્માતના બનાવમાં બાઈક ચાલકને પણ શરીરે ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે, બનાવ અંગે અબ્દુલ મુનાફ અબ્દુલ મજીદ શેખ એ ગતરોજ વાલોડ પોલીસમાં બાઈક નંબર નંબર જીજે/26/એસી/8934 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application