Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વન અને પર્યાવરણ રાજ્યમંત્રીનાં અધ્યક્ષસ્થાને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે તેમજ હજીરાથી ધુલિયા નેશનલ હાઇવેનાં પ્રશ્નોનાં નિવારણ માટે NHAIનાં અધિકારીઓ સાથે બેઠક યોજાઈ

  • August 19, 2023 

વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલનાં અધ્યક્ષસ્થાને સરકીટ હાઉસના સભાખંડમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે તેમજ હજીરાથી ધુલિયા સુધીના નેશનલ હાઇવેના પ્રશ્નોના નિવારણ માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા(NHAI) અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં સાંસદ-ધારાસભ્યશ્રીઓ, સુરત, નવસારી, નર્મદા, વલસાડ અને તાપી એમ પાંચ જિલ્લાના કલેકટરશ્રી સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત આ બેઠકમાં સંપાદનની જમીનો સંદર્ભે કોઈ અડચણ ઉભી ન થાય અને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેની સમયસર કામગીરી પૂર્ણ થાય એ માટે ચર્ચાવિચારણા કરવામાં આવી હતી. સંપાદનમાં થ્રી-એની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે.



જ્યારે થ્રી-ડીની કામગીરી આગામી બે મહિનામાં પૂર્ણ કરવામાં આવશે એમ મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું. મંત્રીશ્રીએ જણાવ્યું કે, આભવા ઉભરાટનો નવો બ્રિજ સાકાર થનાર છે, જેમાં સુરત અને નવસારી એમ બંને તરફની જમીન સંપાદનની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, જેથી ઝડપભેર બ્રિજ નિર્માણનું કાર્ય શરૂ થઈ જશે. બેઠકમાં સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્યો સંદિપ દેસાઇ, મોહનભાઈ ઢોડિયા, રમેશ મિસ્ત્રી, નરેશ પટેલ, જયરામ ગામીત, અરૂણસિંહ રણા, મોહનભાઈ કોકણી, સુરત કલેક્ટર આયુષ ઓક, નવસારી કલેકટર અમિતપ્રકાશ યાદવ, નર્મદા કલેકટર શ્વેતા તેવતીયા, ભરૂચ કલેકટર તુષાર સુમેરા, તાપી કલેક્ટર વિપિન ગર્ગ, સુરત જિલ્લા પોલીસ વડા હિતેષ જોયસર, નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બે, સિટી પ્રાંત અધિકારી જી.વી.મિયાણી, ઓલપાડ પ્રાંત અધિકારી સી.કે. ઉંધાડ તેમજ સ્ટેટ અને નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ, જમીન સંપાદન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application