Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં ‘વિશ્વ આદિવાસી દિવસ’ની રાજ્યકક્ષાની ઉજવણીનાં કાર્યક્રમ અંગે જિલ્લા કલેક્ટરનાં અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ

  • August 03, 2023 

આગામી ૯મી ઓગસ્ટના રોજ ‘વિશ્વ આદિવાસી દિવસ’ છે. જેની રાજ્યકક્ષાની ઉજવણી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને તાપી જિલ્લાના ગુણસદા ખાતે રીતે થનાર છે. જેના ઉપલક્ષ્યમાં તાજેતરમાં જિલ્લા કલેક્ટર ડૉ.વિપિન ગર્ગના અધ્યક્ષ સ્થાને તથા જિ.પં.પમુખ સુરજ વસાવા, ધારાસભ્ય મોહનભાઇ કોંકણી, ધારાસભ્ય ડો.જયરામ ગામીત, સહિત જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહ અને અન્ય ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં અધ્યક્ષ સ્થાનેથી કલેકટરએ સૌને જણાવ્યું હ્તું કે, તાપી જિલ્લો બાહુલ આદિવાસી જિલ્લો છે અને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિતે જ્યારે રાજ્યના મુખ્યમંત્રીશ્રી પોતે તાપી જિલ્લામાં આવનાર હોય આ દિવસની ઉજવણી દિવ્ય અને ભવ્ય સ્વરૂપે થાય તેવો પ્રયાસ આપણા સૌનો હોવો જોઇએ.



તેમણે સમગ્ર જિલ્લામાં ઉત્સવનો મહોલ સર્જાય તેવું આયોજન કરવા સૌને પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત કાર્યક્રમ બાબતે તમામ વિભાગોને લાભાર્થીઓને લાવવા-લઇ જવા અંગે, લાભાર્થીઓના ફુડ પેકેટ અને પાણીની વ્યવસ્થા કરવા અંગે, તથા પાર્કિગની વ્યવસ્થા, સ્ટોલની વ્યવસ્થા, મુખ્યમંત્રીશ્રીના હસ્તે થનાર ખાતમુહુર્ત અને લોકાર્પણ જેવી બાબતો અંગે વિગતવાર આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સ્ટેજના લાભાર્થીઓ, મંડપની વ્યવસ્થા, ઇલેક્ટ્રીસીટી, મિડિયાની વ્યવસ્થા, બસની વ્યવસ્થા જેવી આનુસાંગિક બાબતો અંગે ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application