Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજપીપલામાં શ્રી હરસિદ્ધી માતા મંદિરે યોજાતા માતાજીના મેળાના આયોજન સંદર્ભે જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

  • October 12, 2023 

હિન્દુ દેવસ્થાન સિમતિ દ્વારા સંચાલિત માં હરિસિદ્ધિ મંદિર-રાજપીપલા ખાતે પ્રતિવર્ષ નવરાત્રીના પર્વમાં મંદિર પરિસરની આસપાસ ભાતીગળ મેળો યોજાય છે. તેવીજ રીતે આ વર્ષે પણ આગામી તારીખ ૧૫મી ઓક્ટોબરથી મેળો યોજાનાર છે. જેમાં સ્ટોલની ફાળવણી અને વ્યવસ્થાની અન્ય મહત્વની બાબતો સંદર્ભે જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં આજે કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. શ્રી હરસિદ્ધી માતાના મંદિરે પ્રતિ વર્ષ નવરાત્રીના સમય દરમિયાન અન્ય રાજ્યો અને સમગ્ર ગુજરાતમાંથી તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે અને મેળામાં મ્હાલવા માટે આવતા હોય છે.



ત્યારે મેળાનું આયોજન સુચારુ રીતે થાય, દર્શનાર્થીઓને કોઈ મુશ્કેલી ન થાય અને યોગ્ય હરાજી થકી પ્લોટની ફાળવણી થાય તે જોવા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ ઉપસ્થિત સંબંધિત વિભાગોને જરૂરી સૂચનો કર્યા હતા. સાથે મેળામાં મ્હાલવા આવતા લોકોને પાર્કિંગ, આરોગ્ય, ફાયર વિભાગ, પોલીસ સુરક્ષા સાથે મેળામાં યોગ્ય સ્વચ્છતા જળવાઈ રહે તેમજ વાહન વ્યવહાર માટે રૂટ ડાયવર્ઝન યોગ્ય રીતે થાય તે જોવા પણ જિલ્લા કલેક્ટરશ્રીએ અનુરોધ કર્યો હતો. મંદિર ટ્રષ્ટ તરફથી બેઠકમાં ઉપસ્થિત પ્રતિનિધિશ્રીઓએ મેળા અને દર્શનને લઈને કેટલાંક સૂચનો કરતા વ્યવસ્થામાં કોઈ તૃટી ન રહે તે જોવા પણ જિલ્લા કલેક્ટરશ્રીએ ઉપસ્થિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓને જણાવ્યું હતું. સાથે મેળામાં આવતી વિવિધ રાઈડની યોગ્ય ચકાસણી થાય અને કોઈ મુશ્કેલી ન સર્જાય તે જોવા ઉપર પણ કલેક્ટરશ્રીએ ખાસ ભાર મૂક્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application