આગામી તા.૨૮ ફેબ્રુઆરી ૨૦૨૪ને બુધવારના રોજ મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ચાસવડ ખાતે ખેડૂતો સાથે વાર્તાલાપ કરનાર છે. આ પ્રસંગને અનુસંધાને કલેકટર તુષાર સુમેરાનાના અધ્યક્ષપદે સંકલન સમિતીના અધિકારીશ્રીઓ તથા સંસ્થાના આયોજકો સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેકટરએ સંસ્થાના આયોજકોને રાજ્યપાલના આગમન માટે કરવાની થતી કામગીરી તથા આયોજન બાબતે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત સંકલન સમિતીના અધિકારીઓને પણ તેમના કાર્યક્ષેત્રમાં આવતી કામગીરી કરવા તથા સંસ્થાના આયોજકો સાથે સંકલન સાધી કાર્યક્રમ સુપેરે પાર પડે તેવું આયોજન કરવાં જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application