ડાંગ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમા કલેક્ટર મહેશ પટેલના અધ્યક્ષ સ્થાને “એડિપ યોજના અને રાષ્ટ્રિય વયોશ્રી યોજના” અંતર્ગત એક બેઠકનુ આયોજન કરવામા આવ્યુ હતુ. ડાંગ જિલ્લા વહીવટી તંત્ર આહવા અને ઓલીમ્કો, ઉજ્જૈન દ્વારા ડાંગ જિલ્લાના તમામ દિવ્યાંગજનો અને વૃધ્ધજનો માટે “એડિપ યોજના અને રાસ્ટ્રીય વયોશ્રી યોજના” હેઠળ સાધન સહાય માટે આંકલન અને તપાસણી કેમ્પનુ આયોજન કરવામા આવેલ છે. જે સંદર્ભે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને આ બેઠકનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
બેઠકમા જિલ્લા કલેક્ટર મહેશ પટેલે જિલ્લામા વધુમા વધુ દિવ્યાંગજનો અને વૃધ્ધજનોને લાભ મળી રહે તે માટે સુચારૂ સંચાલન અને વ્યવસ્થા માટે અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, સિવિલ સર્જનશ્રી, જનરલ હોસ્પિટલ, આહવા, વઘઇ અને સુબિરના તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તેમજ મામલતદારશ્રીઓ, જિલ્લા સમાજ સુરશ્રા અધિકારીશ્રી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓ, આઇ.સી.ડી.એસ પ્રોગ્રામ ઓફિસર, અમેરિકન ફાઉન્ડેશન, આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ અને વર્લ્ડ વિઝન ઓર્ગેનાઇઝેશનના કો-ઓર્ડિનેટરશ્રીઓને અપીલ કરી હતી. તારીખ 1 નવેમ્બરના રોજ જનરલ હોસ્પિટલ-આહવા, 2 નવેમ્બરના રોજ સામુહિક આરોગ્ય કેન્દ્ર-વઘઇ, તેમજ 3 નવેમ્બરના રોજ સામુહિક આરોગ્ય કેન્દ્ર-સુબિર ખાતે કેમ્પનુ આયોજન કરવામા આવેલ છે.
ઉલ્લેખનીય છે કે, એડિપ યોજના અંતર્ગત 40%થી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનો માટે ખાસ કૃત્રિમ હાથ-પગ, વ્હિલ ચેર, સીપીચેર, ટ્રાઇસિકલ, ઇલેક્ટ્રીક મોટર સાઇકલ, ઘોડી, કેલીપર્સ, વોકિંગ સ્ટીક, મોબાઇલ, ડેજિપ્લેયર, સાંભળવાનુ મશીન, એમઆર કીટ મળવા પાત્ર છે. જ્યારે રાસ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ 60 વર્ષથી વધુ ઉમરના વૃધ્ધજનો માટે ચશ્મા, સાંભળવાનુ મશીન, લાકડી, વોકર, ઘોડી, વ્હિલચેર મળવા પાત્ર થાય છે. લાભાર્થીઓએ આ યોજના અંતર્ગત મળવા પાત્ર લાભ લેવા માટે આધાર કાર્ડ, રહેઠાણનો પુરાવો, આવકનો દાખલો, ઉંમર અંગેનો દાખલો, પાસપોર્ટ સાઇઝના 2 ફોટો તેમજ દિવ્યાંગજન માટે દિવ્યાંગ સર્ટીફિકેટ/ UDID કાર્ડ રજુ કરવા માટે અનુરોધ કરાયો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500